તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
સુઈગામના સરહદી વિસ્તારોમાં પુરવઠા વિભાગનું મોટું ઓપરેશન :જુદા જુદા ગામોમાંથી 25થી વધુ ભૂતિયાં કનેક્શનો કાપી નાખ્યા
તપાસ દરમિયાન નવાપુરા, મોતીપુરા, બેણપ, નેસડા, ગોલપ અને કાણોઠી જેવા ગામોમાં વ્યાપક ગેરકાયદે પાણીની પાઈપલાઈન ઝડપાઇ :આ ઓપરેશનને કારણે પાણીની ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ

વાવ-થરાદ જિલ્લાના સુઈગામ તાલુકાના સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરહદી ગામડાઓમાં પાણીની તંગી નિવારવા માટે પાણી પુરવઠા વિભાગે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. તંત્રએ ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે કામગીરી કરી છે. આ ઓપરેશનને કારણે પાણીની ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
પાણી પુરવઠા વિભાગની ટીમોએ સુઈગામના સરહદી વિસ્તારોમાં અચાનક તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન નવાપુરા, મોતીપુરા, બેણપ, નેસડા, ગોલપ અને કાણોઠી જેવા ગામોમાં વ્યાપક ગેરકાયદે પાણીની પાઈપલાઈન ઝડપાઇ હતી. અધિકારીઓએ સ્થળ પર જ કડક વલણ અપનાવ્યું હતું. આ ઓપરેશન હેઠળ જુદા જુદા ગામોમાંથી 25થી વધુ ભૂતિયાં કનેક્શનો તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યા છે.
ઉનાળાની સીઝનમાં છેવાડાના ગામડા સુધી પૂરતું પીવાનું પાણી પહોંચાડવું એક મોટો પડકાર છે. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે મુખ્ય લાઇનમાંથી બિનઅધિકૃત રીતે પાણી ખેંચી લેતા હતા. આ નબળી વ્યવસ્થાને સુધારવા માટે તંત્ર હવે સઘન દેખરેખ રાખી રહ્યું છે. ગેરકાયદે જોડાણો હટાવવાથી હવે સામાન્ય નાગરિકોને તેમના હકનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે.
પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે કડક આદેશો જાહેર કર્યા છે. તંત્રની આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. બિનઅધિકૃત રીતે કનેક્શન મેળવનાર તમામ જવાબદારો સામે પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારી મિલકતને નુકસાન કરનારા તત્વોને આ વખતે છોડવામાં નહીં આવે તેવું તંત્રએ સ્પષ્ટ કર્યું છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
