તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
ત્રાસથી કંટાળીને યુવતીએ મૌન તોડ્યું : જમવાનું બનાવવાના બહાને ઘરે બોલાવી દુકાન માલિકે યુવતી પર દુષ્કર્મ આચર્યું: નવસારીમાં ફરિયાદ નોંધાઈ
સામાજિક બદનામીના ભયને કારણે યુવતી લાંબા સમય સુધી મૌન રહી જોકે, નોકરી છોડી દીધા બાદ પણ આરોપી સતત ફોન અને મેસેજ કરીને શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતો

નવસારી શહેરમાં એક 24 વર્ષીય યુવતીએ પોતાની સાથે થયેલા શારીરિક અને માનસિક શોષણ અંગે મૌન તોડતા ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીના આક્ષેપ મુજબ, જે દુકાનમાં તે નોકરી કરતી હતી તેના માલિકે વિશ્વાસનો ભંગ કરી જમવાનું બનાવવાના બહાને ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભોગ બનનાર યુવતી આશરે ત્રણ વર્ષ અગાઉ નવસારીની એક સીવણકામની દુકાનમાં કામ કરતી હતી. જાન્યુઆરી 2024 દરમિયાન દુકાન માલિક મહંમદપરવેઝ આલમ (અંસારી)એ પોતાની પત્ની પિયર ગઈ હોવાનું કહી યુવતીને પોતાના ફ્લેટ પર જમવાનું બનાવવા બોલાવી હતી. યુવતી તેના પર વિશ્વાસ રાખીને ત્યાં ગઈ હતી, જ્યાં આરોપીએ તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ત્યારબાદ આરોપી સીવણકામના બહાને યુવતીને પોતાની એક્ટિવા પર દાંડી દરિયાકિનારે લઈ જતો હતો અને ત્યાં પણ અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. આરોપીએ યુવતીના નામે એક્ટિવા ખરીદી આપી હતી અને તેનો મોબાઇલ ફોન પણ પોતાના કબજામાં લઈ લીધો હતો. ઉપરાંત, શંકાના આધારે યુવતી સાથે મારપીટ પણ કરવામાં આવી હોવાના આક્ષેપો ફરિયાદમાં કરવામાં આવ્યા છે.
સામાજિક બદનામીના ભયને કારણે યુવતી લાંબા સમય સુધી મૌન રહી હતી. જોકે, નોકરી છોડી દીધા બાદ પણ આરોપી સતત ફોન અને મેસેજ કરીને શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતો હોવાનું જણાવાયું છે. સતત થતા ત્રાસથી કંટાળીને યુવતીએ આખરે પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી.
માતાની હિંમત અને સહયોગ બાદ યુવતીએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
