<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

હિંમતનગર નજીક હાથરોલ પાસે ગાંભોઈ-રણાસણ હાઈવે પર કાર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત: ત્રણ લોકોના મોત

અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત :કાર ચાલક સહિત બે લોકોને ઈજા

સાબરકાંઠાના હિંમતનગર નજીક હાથરોલ પાસે ગાંભોઈ-રણાસણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે. માહિતી મુજબ રિક્ષા ચાલકે બેફામ ઝડપે વાહન હંકારી ટર્ન લેવાનો પ્રયાસ કરતા સામેથી આવતી કાર સાથે અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર ત્રણ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે કાર ચાલક સહિત બે લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:51 PM IST)