<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

બનાસકાંઠાના દાંતીવાડાના ગાંગુવાડા ગામમાં રહેણાંક વિસ્તારમાં રીંછ દેખાતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ

વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રીંછને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું:જોકે કલાકો સુધી પ્રયાસો છતાં રીંછ ઝાડ પરથી નીચે ઉતર્યું નહોતું.

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ગાંગુવાડા ગામમાં રહેણાંક વિસ્તારમાં રીંછ દેખાતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ સર્જાયો છે. રીંછ ગામની અંદર પ્રવેશી એક ઝાડ પર ચડી ગયું હતું, જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો.

 ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રીંછને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. જોકે કલાકો સુધી પ્રયાસો છતાં રીંછ ઝાડ પરથી નીચે ઉતર્યું નહોતું. રીંછના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ યથાવત રહ્યો છે, જ્યારે વન વિભાગની ટીમ સતત રેસ્ક્યુ કામગીરીમાં વ્યસ્ત છે

(1:52 PM IST)