<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

અમદાવાદ એજ્‍યુકેશન ગ્રુપ દ્વારા તેજસ્‍વી વિદ્યાર્થી સન્‍માનઃ પર્યાવરણ સંરક્ષણનો સંકલ્‍પ

રાજકોટ : અમદાવાદ એજ્‍યુકેશન ગ્રુપ દ્વારા ટાગોર હોલ, પાલડી ખાતે તેજસ્‍વી વિદ્યાર્થી સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અમદાવાદ શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના ટોપ ૫૦૦ તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન કરી તેમને મોમેન્‍ટો અર્પણ કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમના આરંભે અમદાવાદ એજ્‍યુકેશન ગ્રુપની વાર્ષિક એજ્‍યુકેશન ડાયરી ૨૦૨૬નું વિમોચન મહાનુભાવોના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ ડાયરીમાં શિક્ષણક્ષેત્રને ઉપયોગી માહિતી, કારકિર્દી માર્ગદર્શન, શૈક્ષણિક સંસ્‍થાઓની વિગતો તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગી વિવિધ માહિતીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ પ્રસંગે ઉપસ્‍થિત ગૌભક્‍ત પરમ પૂજ્‍ય શ્રી ચૈતન્‍ય શંભુ મહારાજ (ભાગવત કથાકાર) તથા પૂજ્‍ય શ્રી ડો. લંકેશ બાપુ (ઇન્‍ટરનેશનલ કથાકાર)એ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવતાં જણાવ્‍યું હતું કે શિક્ષણ માત્ર કારકિર્દી બનાવવા માટે જ નહીં, પરંતુ સારા સંસ્‍કાર, રાષ્‍ટપ્રેમ, માનવતા અને સનાતન મૂલ્‍યોને જીવનમાં ઉતારવા માટે પણ એટલું જ મહત્‍વપૂર્ણ છે. તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ચારિત્ર્ય અને સામાજિક જવાબદારીનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. અમદાવાદ એજ્‍યુકેશન ગ્રુપના ચેરમેન વિજયભાઈ મારૂએ પોતાના સંબોધનમાં જણાવ્‍યું હતું કે આજના યુગમાં શિક્ષણ માત્ર ગુણપત્રક સુધી મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં નેતળત્‍વ, સામાજિક જાગળતિ, નૈતિકતા અને રાષ્‍ટ્ર પ્રત્‍યેની પ્રતિબદ્ધતા વિકસાવવાનું સૌથી શક્‍તિશાળી સાધન છે. અમદાવાદ એજ્‍યુકેશન ગ્રુપના પ્રમુખ રાકેશ પરમારે જણાવ્‍યું હતું કે એઈજી સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થી સન્‍માન સમારંભ, પરીક્ષાનો ડર દૂર કરવા માટેનો એન્‍જોય એક્‍ઝામ કાર્યક્રમ, કારકિર્દી માર્ગદર્શન વર્કશોપ, ટીચર્સ ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ, દિવાળી ગેટ-ટુ-ગેધર સહિતના વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે સતત કાર્યરત રહે છે. આ કાર્યક્રમની વિશેષતા તરીકે શહેરના ટોપ ૫૦૦ વિદ્યાર્થીઓએ એકસાથે પર્યાવરણ સંરક્ષણ સંકલ્‍પ ગ્રહણ કર્યો હતો. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન્‍સ, ગુજરાત ના ચેરમેન હેમાંગ રાવલે વિદ્યાર્થીઓને સંકલ્‍પ લેવડાવ્‍યો હતો. વિદ્યાર્થીઓએ વળક્ષારોપણ, પાણી બચાવ, પ્‍લાસ્‍ટિકનો ઓછો ઉપયોગ, સ્‍વચ્‍છતા જાળવવા તથા સમાજમાં પર્યાવરણ જાગળતિ ફેલાવવાના સંકલ્‍પ સાથે ‘ગ્રીન એમ્‍બેસેડર અભિયાન'માં જોડાઈ પર્યાવરણ પ્રત્‍યેની પોતાની જવાબદારી નિભાવવાનો નિર્ધાર વ્‍યક્‍ત કર્યો હતો. કાર્યક્રમના નોલેજ પાર્ટનર તરીકે શહેરની પ્રતિષ્‍ઠિત શિક્ષણ સંસ્‍થા જેજી યુનિવર્સિટી દ્વારા મહત્‍વનું યોગદાન આપવામાં આવેલું હતું તથા એડમીશન અને માર્કેટીંગ ડાયરેકટર કાસીફ અબ્‍બાસી તથા તેમની ટીમ પણ વિશેષ ઉપસ્‍થિત રહી હતી. સાથે સાથે શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓના સંચાલકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષણજગતના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. અમદાવાદ એજ્‍યુકેશન ગ્રુપના વાઇસ ચેરમેન સતીશ શાહ, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન્‍સના પ્રદેશ પ્રમુખ ઝકળત આચાર્ય, પૂર્વ પ્રમુખ સમીર ગજ્જર, સુહાગ પંચાલ, સેક્રેટરી રઉફઅલી સૈયદ, ખજાનચી બિપિન ખંડવી, પ્રોગ્રામ કન્‍વીનર તથા વાઇસ પ્રેસિડેન્‍ટ મનીષ વી. પંચાલ, વાઇસ પ્રેસિડેન્‍ટ સંદીપ ત્રિવેદી, સરજુ ચૌહાણ, સંજય પરમાર, રામ આહિર તથા કમિટી સભ્‍યો અનિલ ડાંગી, અમિત રાજપુત, દિપક પરમાર, મેહુલ ચૌહાણ, હેમંત ચૌહાણ, મુકેશ ગાંગાણી અને ચિંતન શાહ સહિત કારોબારી સભ્‍યો તથા શિક્ષણવિદો ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન એસ. આઈ. ત્રિવેદી દ્વારા કરવામાં આવ્‍યું હતું. તેમ અમદાવાદ એજયુકેશન ગ્રુપના પ્રેસિડેન્‍ટ રાકેશ પરમારની યાદીમાં જણાવાયુ છે.

(3:07 PM IST)