તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 9th June 2026
સુરતમાં છેલ્લા ત્રણ દિવસમાં હત્યાની ચાર ઘટના: લાલગેટ વિસ્તારમાં યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ક્રૂર હત્યા
હોડી બંગલા નજીક બનેલી આ ઘટનામાં મૃતક અને આરોપી નજીકના સંબંધી:અંગત અદાવતના કારણે આરોપીએ હુમલો કર્યો હોવાની આશંકા

સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં હત્યાની ચાર ઘટનાઓ સામે આવતા કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા વધી છે. તાજી ઘટનામાં લાલગેટ વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
હોડી બંગલા નજીક બનેલી આ ઘટનામાં મૃતક અને આરોપી નજીકના સંબંધી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.અંગત અદાવતના કારણે આરોપીએ હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરી છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
