તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th June 2026
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇન્ટ્રીમ એનરોલમેન્ટ કમીટીએ આશરે ૧૬૦૦ થી વધુ એનરોલમેન્ટ એપ્લીકેશન ફોર્મ મંજુર કર્યા
ચેરમેન મનોજભાઈ એમ. અનડકટ તથા સભ્યો કિશોરકુમાર આર. ત્રિવેદી અને ભરત વી. ભગતની હાજરીમા બોલાવાયેલ મીટીંગમા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના સભ્ય દિલિપભાઈ કે. પટેલ ખાસ આમંત્રિત તરીકે હાજર રહ્યા

અમદાવાદ :બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના નિર્દેશ અનુસાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમા રચાયેલ ઇન્ટ્રીમ એનરોલમેન્ટ કમીટીની મીટીંગ તા.૦૭/૦૬/૨૦૨૬ ના રોજ કમીટીના ચેરમેનમનોજભાઈ એમ. અનડકટ તથા સભ્યો કિશોરકુમાર આર. ત્રિવેદી અને ભરત વી. ભગતની હાજરીમા બોલાવવામા આવી હતી. આ મીટીંગમા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના સભ્ય દિલિપભાઈ કે. પટેલ ખાસ આમંત્રિત તરીકે હાજર રહ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઇન્ટ્રીમ એનરોલમેન્ટ કમીટીએ આશરે ૧૬૦૦ થી વધુ એનરોલમેન્ટ એપ્લીકેશન ફોર્મ મંજુર કર્યા હતા.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચુંટણી પ્રક્રીયા પુરી થયા પછી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાની સુચના અનુસાર ઇન્ટ્રીમ એનરોલમેન્ટ કમીટીની રચના કરવામા આવેલી અને વર્ષ-૨૦૨૬ માટે સૌ પ્રથમ વખત આ બેઠક મળેલ હતી. જેમા એલ.એલ.બી. પાસ કર્યા બાદ વકીલ બનવા માંગતા અરજદારોએ એનરોલમેન્ટ એપ્લીકેશન ફોર્મ ભરેલા હતા જેને ઇન્ટ્રીમ એનરોલમેન્ટ કમીટીએ મંજુર કર્યા હતા.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
