<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

નવા શૈક્ષણિક સત્ર સાથે જ શિક્ષણ વિભાગે મોટો નિર્ણય કર્યો : શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે જ્ઞાન સહાયક કરાર રિન્યુ કરાશે

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જ 8 હજારથી વધુ શિક્ષકોની ઘટ: કાયમી શિક્ષકો કે નવા જ્ઞાન સહાયક ના આવે ત્યાં સુધી ગત શૈક્ષણિક સત્રના સહાયકોને યથાવત રાખી શકાશે.

ગાંધીનગર :નવા શૈક્ષણિક સત્ર સાથે જ શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. જ્ઞાન સહાયક કરાર રિન્યુ કરવા લેવાયો નિર્ણય. ગત શૈક્ષણિક સત્રમાં ફરજ બજાવતા જ્ઞાન સહાયકોને નવા સત્રમાં પણ યથાવત રખાશે. શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા સરકારી-ગ્રાન્ટેડ શાળાઓના કરાર આધારિત જ્ઞાન સહાયકો લેવાય છે.  રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જ 8 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે.  કાયમી શિક્ષકો કે નવા જ્ઞાન સહાયક ના આવે ત્યાં સુધી ગત શૈક્ષણિક સત્રના સહાયકોને યથાવત રાખી શકાશે.

(8:41 PM IST)