તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
અમદાવાદના બોપલમાં પોલીસના ડરથી ભાગતો ચુડા પંથકનો કુખ્યાત ગુનેગાર ચોથા માળેથી લપસી પડતા મોત
અક્ષર લક્ઝરી ફ્લેટમાં નશામાં પડોશીઓ પર હુમલો કર્યા બાદ પોલીસ આવતા ભાગવા જતા સર્જાયો અકસ્માતઃ પૂર્વ આર્મીમેન મહાવીરસિંહ સિંધવ વિરુદ્ધ રાજ્યભરમાં ખંડણી, આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધાયેલા હતા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ તા.૧૦, અમદાવાદ શહેરના પોશ બોપલ વિસ્તારમાં પડોશીઓ સાથેની લડાઈનો ચોંકાવનારી ઘટનામાં અંત આવ્યો છે. બોપલના અક્ષર લક્ઝરી ફ્લેટમાં દારૂના નશામાં ધૂત થઈને પડોશીઓ સાથે ઝઘડો કરતો એક કુખ્યાત ગુનેગાર પોલીસના આગમનના ડરથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે ચોથા માળેથી લપસી પડ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
બોપલ પોલીસે આ મામલે અકસ્માત મળત્યુનો કેસ નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ મળતક યુવાનનું નામ મહાવીરસિંહ સિંધવ છે. તે હત્યાનો પ્રયાસ, હુમલો, હત્યા અને NDPS એક્ટ સહિતના અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર હતો. તે તાજેતરમાં બોપલ વિસ્તારમાં આવેલા અક્ષર લક્ઝરી ફ્લેટમાં રહેવા આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રે ૮ જૂને દારૂના નશામાં ધૂત મહાવીરસિંહે તેના પડોશીઓ અને સામેના ફ્લેટના રહેવાસીઓ સાથે કોઈ વાતને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. ઝઘડો એટલો વધી ગયો કે તે તેના પડોશીઓ સાથે મારામારી પર ઉતરી આવ્યો હતો. મહાવીરસિંહના સતત ત્રાસ અને આતંકથી કંટાળીને ફ્લેટના સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઇમરજન્સી નંબર ૧૧૨ પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી.
જ્યારે મહાવીરસિંહને ખબર પડી કે પોલીસ આવી રહી છે ત્યારે પકડાઈ જવાના ડરથી તે દોડવા લાગ્યો. ચોથા માળની ગેલેરી અથવા ટેરેસ પરથી ઝડપથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો, જેના કારણે તે ચોથા માળેથી નીચે પટકાયો હતો. માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ પોલીસથી ભાગતી વખતે મહાવીરસિંહ લપસી ગયો અને પડી ગયો, જેના કારણે તેનું મળત્યુ થયું છે. મળતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
મૂળ ચુડા તાલુકાના ચોકડી ગામનો વતની અને પૂર્વ આર્મીમેન એવો મહાવીરસિંહ સિંધવનો ભૂતકાળ ઘણો વિવાદાસ્પદ અને ગુનાહિત રહ્યો છે. ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં તેની સામે ખંડણી અને ધમકીઓ આપવી, આર્મ્સ એક્ટ, મારામારી અને જાનથી મારી નાખવાના પ્રયાસો, જમીન પચાવી પાડવાના વિવાદો સહિતના અસંખ્ય ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. પોતાના ખૌફ અને ગુનાહિત પ્રવળત્તિઓને કારણે તે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યભરની પોલીસ ચોપડે મોસ્ટ વોન્ટેડ અને કુખ્યાત ગુનેગાર તરીકે જાણીતો હતો.
અમદાવાદ ખાતે પોસ્ટમોર્ટમ સહિતની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મહાવીરસિંહના પાર્થિવ દેહને તેના વતન ચુડા તાલુકાના ચોકડી ગામે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેના પરિવારજનો અને ગ્રામજનોની હાજરીમાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. કુખ્યાત શખ્સનું મોત થતાં અને ભૂતકાળના વેરઝેરને ધ્યાનમાં રાખીને ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ચકચારી ઘટનાને પગલે હાલમાં સુરેન્દ્રનગર અને અમદાવાદ પોલીસ દ્વારા મોતના સાચા કારણો શોધવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
