<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

વાહ નરેન્દ્રભાઇ વાહ ! સુશાસનના કિર્તીમાનને વધાવતા નરહરિ અમીન

રાજકોટ, તા. ૧૦ : રાજયસભાના ભાજપના સભ્ય શ્રી નરહરિ અમીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના કિર્તીમાનને વધાવી શુભેચ્છા પાઠવી છે.

શ્રી નરહરિ અમીને જણાવેલ કે  ભારતીય લોકશાહીના ઇતિહાસમાં આજે ૧૦ જૂન, ર૦ર૬ નો દિવસ એક સુવર્ણ સિમાચિન્હ તરીકે અંકિત થયો છે. પૂર્વ વડાપ્રધાનના કાર્યકાળના રેકોર્ડને તોડીને આપણા પ્રધાન સેવક યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સતત ૪૩૯૯ દિવસના સુશાસન થકી ઐતિહાસિક નવો કિર્તીમાન સ્થાપ્યો છે. ભારતના રાજકીય ઇતિહાસમાં આ નવો અધ્યાય રચવા બદલ વડાપ્રધાનને સહર્ષ ખુબ ખુબ અભિનંદન.

(10:57 AM IST)