તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
દિલ્હી ખાતે કોળી સમાજના બે રાષ્ટ્રીય અધિવેશન મળશે
આગામી તા.૧૪ ના રોજ કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં અને તા.૨૧ ના રોજ વિરેન્દ્રભાઈ કશ્યપની અધ્યક્ષતામાં બે જૂથો દ્વારા અલગ-અલગ આયોજનઃ ગુજરાતના કોળી સમાજના મોટા ભાગના ધારાસભ્યો અને સંસદ સભ્યો અમારી સાથેઃ કુવરજીભાઈ

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર, તા.,૧૦: અખિલ ભારતીય કોળી સમાજના બેનર હેઠળ દિલ્હી ખાતે આગામી તારીખ ૧૪ અને ૨૧ ના રોજ અલગ-અલગ જુથો દ્વારા સંમેલનનુ આયોજન કરવામાં આવ્યું છે.
આગામી તા.૧૪ ના રોજ ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં માવળંગકર હોલમાં ત્યારબાદ તા.૨૧ ના રોજ વિરેન્દ્ર ભાઈ કશ્યપની અધ્યક્ષતામાં ટાલકટોરા સ્ટેડિયમ ખાતે અધિવેશન બોલાવવામાં આવ્યું છે.
આ અંગે કુવરજીભાઈ બાવળિયાના જણાવ્યા મુજબ આગામી તા.૨૧ ના રોજ દિલ્હી ખાતે અમારા બાદ બીજું સંમેલન મળી રહ્યું છે તે ટ્રસ્ટના બંધારણની ઉપરવટ જઈ બોલાવવામાં આવ્યું છે.
ગુજરાતના કોળી સમાજના મોટાભાગના ધારાસભ્યો અને સંસદ સભ્યો સાથે મળી આ સંમેલન બોલાવવામાં આવ્યું છે અમુક લોકોને બાદ કરતા ગુજરાત એકમમાં સમાજમાં કોઈ વિભાજન નથી આ સંમેલનના ઉપદેશ અંગે કુંવરજીભાઈ જણાવ્યું હતું કે ટ્રસ્ટના બંધારણમાં જોગવાઈ રાખવામાં આવી છે કે યુવા અને મહિલા ચહેરાઓને અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં સ્થાન આપવું એ મુજબ હવે યુવા અને મહિલા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે.
જુદા જુદા પ્રદેશોમાં સમાજમાં મૂંઝવતી સમસ્યાઓ અંગે ચર્ચા કરી સામાજિક ઉત્કર્ષ,શિક્ષણ,વ્યસન અને અંધશ્રદ્ધાની મુક્તિ માટે સામાજિક જાગળતિ લવાશે ઉપરાંત સમગ્ર દેશમાં સમાજના નાના મોટા સંગઠનો છે તેને સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવશે તેમજ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સમાજને પગ ભર કરી સમાજ સમળદ્ધ બને તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે.
દિલ્હી ખાતે આગામી દિવસોમાં બંને જૂથો દ્વારા અલગ અલગ તારીખે સમાંતર સંમેલન બોલાવવામાં આવનાર હોય કોળી સમાજમાં ભારે ચર્ચા જગાવી છે
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
