તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
સુરતના લસકાણામાં પોલીસ જવાને સમયસૂચકતા અને બહાદુરીનું ઉદાહરણ પૂરું પાડી યુવકનો જીવ બચાવ્યો
દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસે બાજુના મકાનની બાલ્કની મારફતે ઘરમાં પ્રવેશ કર્યો અને બેભાન હાલતમાં પડેલા યુવકને બહાર કાઢ્યો

સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસ જવાને સમયસૂચકતા અને બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને એક યુવકનો જીવ બચાવ્યો. ઝેરી દવા પીધા બાદ યુવકે પોતાના મકાનનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દરવાજો બંધ હોવાથી પોલીસે બાજુના મકાનની બાલ્કની મારફતે ઘરમાં પ્રવેશ કર્યો અને બેભાન હાલતમાં પડેલા યુવકને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં સમયસર સારવાર મળતાં તેનો જીવ બચી ગયો હતો. પોલીસ જવાનની આ કામગીરીને લઈને સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
