<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

અમદાવાદ સીપી સહિત કોઈ બીજા પોસ્‍ટિંગની હજુ સતાવાર ચર્ચા થયેલ નથી, ૨૦૨૭ ધારાસભા ચૂંટણી કેન્‍દ્રમાં રાખી ગાંધીનગર દ્વારા સૂચવેલ ત્રણ નામોમાંથી એક નામ અમિતભાઈ પસંદ કરશે

IPS ચર્ચા ચોરા મુજબ અમદાવાદ સીપી માટે કેન્‍દ્રમાં રહેલ બે IPS, પ્રદેશ પ્રમુખ ગ્રુપ, બિલ્‍ડર લોબી નજીકના IPS, જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક સીપી બન્‍યા તે સમયે જેમનું નામ નક્કી હતું તેવા ગુજરાતના તમામ મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી સાથે પારિવારિક સંબંધ ધરાવતા પ્રજા, પોલિટિશિયન સાથે સેતુ બાંધી શકે તેવા IPS સાથે કેન્‍દ્રની ટોચની નેતાગીરી માટે ખૂબ ભોગ આપનાર, સિનિયર IPS નું નામ ભાજપ પોતાની પરંપરા મુજબ આヘર્યજનક રીતે જાહેર કરે તો નવાઈ નહિ લાગે વડોદરામાં ૨૦૨૭ ચૂંટણી અંતર્ગત મહિલાઓની સહાનુભૂતિ માટે જેમના હસબન્‍ડ પણ IAS છે, તેમના નામ પણ વ્‍યૂહાત્‍મક રીતે વિચારાઈ છે IPS ચર્ચા ચોરા મુજબ અમદાવાદ સીપી માટે કેન્‍દ્રમાં રહેલ બે IPS, પ્રદેશ પ્રમુખ ગ્રુપ, બિલ્‍ડર લોબી નજીકના IPS, જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક સીપી બન્‍યા તે સમયે જેમનું નામ નક્કી હતું તેવા ગુજરાતના તમામ મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી સાથે પારિવારિક સંબંધ ધરાવતા પ્રજા, પોલિટિશિયન સાથે સેતુ બાંધી શકે તેવા IPS સાથે કેન્‍દ્રની ટોચની નેતાગીરી માટે ખૂબ ભોગ આપનાર, સિનિયર IPS નું નામ ભાજપ પોતાની પરંપરા મુજબ આヘર્યજનક રીતે જાહેર કરે તો નવાઈ નહિ લાગે વડોદરામાં ૨૦૨૭ ચૂંટણી અંતર્ગત મહિલાઓની સહાનુભૂતિ માટે જેમના હસબન્‍ડ પણ IAS છે, તેમના નામ પણ વ્‍યૂહાત્‍મક રીતે વિચારાઈ છે

રાજકોટ તા.  ૧૦ : રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા તરીકે ૧૯૯૩ બેચના જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિકની ફુલ ટાઈમ DGP તરીકે પસંદગી  થયા બાદ અમદાવાદ પોલીસ કમિશનર પદે કોણ? એવો સવાલ ઉઠવા સાથે સુરત, વડોદરા, રાજકોટ પોલીસ કમિશનર પદે કોણ? એવી વ્‍યાપક ચર્ચાઓ ચાલે છે. ટોચના સૂત્રોએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું કે, આખી પસંદગી ૨૦૨૭ ના ધારાસભાની ચૂંટણી કેન્‍દ્રમાં રાખી કરવાની છે. આ બાબત હજુ સુધી સતાવાર કોઈ ચર્ચાઓ કરવામાં આવી નથી.  

આવતા માસે દેશના બીજા નંબરના સહુથી મોટા બંદોબસ્‍ત જેમાં હોય છે, એવા અમદાવાદના રથયાત્રા વખતે શું? તો એનો જવાબ એ છે કે ગત વર્ષની રથયાત્રા ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર અને હાલના સુરત રેન્‍જ વડા પ્રેમવીરસિંહ ઇન્‍ચાર્જ સીપીના નેતળત્‍વમાં થયેલ, હાલ અમદાવાદ સીપીનો ચાર્જ જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક હસ્‍તક છે, આથી કોઈ પ્રશ્‍ન નથી.                            

ઘણાંના મનમાં એવો સવાલ ઉઠે છે કે પોલીસ કમિશનરની જગ્‍યા લાંબો સમય ખાલી ન રાખી શકાય, આનો જવાબ એ છે કે સુરતના તત્‍કાલિન પોલીસ કમિશનર અજય કુમાર તોમર નિવળત થયા ત્‍યારે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત ગ્રહ મંત્રાલય દ્વારા ચાર્જના કોઈ ઓર્ડર નહિ નીકળેલ, આથી અવ્‍યવસ્‍થા ન સર્જાય તે માટે તત્‍કાલીન પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સિનિયર IPS વાંબાગ જમીરને ચાર્જ રાખવા જણાવેલ. હવે પ્રણાલી બની હોય તેમ અમદાવાદમાં આવું જ થયું.        

અમદાવાદ સીપી માટે કેન્‍દ્રમાં ડેપ્‍યુટેશન પર રહેલા બે અધિકારીઓના નામોની ચર્ચા છે, અમદાવાદ માટે ગુજરાત ભાજપ અધ્‍યક્ષ ગ્રુપ અને પાવર ફુલ રાજકારણીની બિલ્‍ડર લોબી પોતાના નજીકના સિનિયર ત્‍ભ્‍લ્‍ માટે આગ્રહી છે, તમામ મુખ્‍યમંત્રી અને નાયબ મુખ્‍ય મંત્રી સાથે પારિવારિક સંબંધ ધરાવતા અને જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક જે તે સમયે   સીપી બન્‍યા તે સમયે ગુજરાતની ટોચની નેતાગીરી જેનું નામ ફાઇનલ કરી ચૂકેલ એવા IPS  નું નામ પણ ખૂબ ચર્ચામાં છે. સ્‍વચ્‍છ છબી ધરાવતા IPS નુ નામ છે.   ભારતીય જનતા પાર્ટીની આશ્રય સર્જવાની પરંપરા ચાલુ રહે તો એક યુગમાં કેન્‍દ્ર નેતાગીરીની ખૂબ નજીક એને ખૂબ ભોગ આપી ચૂકેલા એક સિનિયર IPS જેવોને કેન્‍દ્ર નેતાગીરી સાથે બેઠક પણ થયાની ચર્ચા છે તેવા IPS પણ ૨૦૨૭ ધ્‍યાને રાખી આヘર્યજનક નામ તરીકે આવી જાય.

 સ્‍વચ્‍છ છબી સાથે ખૂબ મહેનતુ અને ટેક્રોસેવી વડોદરા સીપીની સેવા કોઈ અગત્‍યના સ્‍થાને લેવામાં આવે અને અહીં એક મહિલા IPS  મૂકી, મહિલા મુદે ચૂંટણીમાં સહાનુભૂતિ મેળવવાની રણનીતિ હોવાનું માનવામાં આવે છે.  

રાજકોટ સીપી તરીકે ખૂબ કડક હાથે કામ લેવા ટેવાયેલ અને જેમનું ખૂબ વર્ચસ્‍વ હતું અને જેમના ગઢમાં કોઈ પ્રવેશી ન શકે તે માન્‍યતા ખોટી પાડી, સામ્રાજ્‍ય છિન્ન ભિન્ન કરનાર અને pmo સુધી જેના કોન્‍ટેક્‍ટ છે તેવા IPS નું નામ ચાલતી હોવાની વાતો છે. જોકે સતાવાર રીતે હજું કોઈ વિચારણા નથી, ૨૦૨૭ ધ્‍યાને રાખી ત્રણ નામોની પેનલ બનાવી, તમામ IPS ને વ્‍યક્‍તિગત ઓળખતા અમિતભાઈ મોહર મારશે, આખા દેશની જવાબદારી હોવાથી અમિતભાઈ દ્વારા આ જવાબદારી બિલકુલ ઘટાડી છે, પણ ગુજરાત રાજ્‍ય  pm hm માટે અગત્‍યનું છે, અને ચૂંટણી હોવાથી મહત્‍વના નામો તેવો જ  ફાઈનલ કરશે, તેમ સૂત્રો જણાવે છે

(3:40 PM IST)