તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
ગાંધીધામમાં ૪૩.૬૩ કરોડના ભાડા ખાતાનો સાયબર ક્રાઈમ દ્વારા ભાંડાફોડઃ ભારે ખળભળાટ
દેશ વ્યાપી નેટવર્ક.. સાયબર ક્રાઇમે આવી રીતે ખોલ્યું:કચ્છ એસપી સાગર બાગમાર અકિલા સમક્ષ કરોડોના બોગસ એકાઉન્ટ્સ પરથી પડદો હટાવે છે.... : સમન્વય પોર્ટલ પર ૮૦ ફરિયાદઃ ઓનલાઈન ગેમિંગ, OLX, જોબ ફ્રોડના નાણાં જમા કરાવાયા : ઓપરેશન મિયુલ હન્ટ પાર્ટ-૨: ૧૦૫ બેંક ખાતામાંથી રૂા.૪૩.૬૩ કરોડ ઉપડ્યા, ૪ ઝડપાયા

રાજકોટઃ તા.ર૦, ગુજરાતના બોર્ડર વડા ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ વિસ્તારની સરહદી સંવેદનશીલતા ધ્યાને રાખી મિયુલ એકાઉન્ટનો દેશ વિરોધી પ્રવૃતિઓમાં ઉપયોગ થાય નહીં તેવી વિશેષ તકેદારી અભિયાન કચ્છ પૂર્વના એસપી સાગર બાગમારના નેતૃત્વમાં ચાલી રહ્યું છે.
દરમિયાન ઓપરેશન મિયુલ હન્ટ પાર્ટ-૨ પણ ચાલી રહ્યું છે. આરોપીઓએ ગાંધીધામ તથા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને કમિશનની લાલચ આપી બેંક ખાતાઓ ભાડે આપવાનું નેટવર્ક ચલાવ્યું હતું. લોકોના ડોક્યુમેન્ટ મેળવી અલગ-અલગ બેંકમાં બચત ખાતા તથા ઈન્ડિવિડ્યુઅલ કરંટ અને પેઢીના નામે કરંટ ખાતાઓ ખોલાવી સાયબર ક્રાઈમ કરનાર લોકો સુધી પહોંચાડતા હતા.
તપાસમાં અત્યાર સુધીમાં મળેલ કુલ-૧૦૫ બેંક ખાતાઓમાં રૂ.૪૩,૬૩,૮૦,૧૧૩/- રકમ જમા થઈ હતી. આ રકમ ઓનલાઈન સાયબર ફ્રોડની તથા ઓનલાઈન ગેમિંગની ગુનાહિત પ્રવૃતિથી મેળવેલ હતી. ટ્રાન્ઝેક્શન કરાવી તે રકમ ઉપાડી લેવામાં આવેલ હતી.
ભારત સરકારના સમન્વય પોર્ટલ ઉપર કુલ-૮૦ ફરિયાદો નોંધાયેલ છે. જેમાં ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, કોલર આઈ.ડી. ફ્રોડ, બીજનેશ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ, પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ, ફેક યોનો એપ્લિકેશન ફ્રોડ, વોટ્સએપ મેસેજ apk ફાઈલ મોકલી ફોન હેક કરી થયેલ ફ્રોડ તથા OLX ફ્રોડ, ફેક ક્લોધીધ વેબસાઈટ ફ્રોડ, એ.આઈ.બેઝ ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ તથા વીથઆઉટ ઓટીપી ફ્રોડની ફરિયાદોના નાણાં આ ખાતાઓમાં જમા કરાવેલની વિગત જણાયેલ છે.
આ ઓપરેશન અંતર્ગત કુલ ૪ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે તેમ એસપી સાગર બાગમારે ‘અકિલા' સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું છે.
દાખલ કરશે અટક કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામઃ (૧)દિવ્યરાજસિંહ અનિત્સિંહ રાણા રહે.હાલ.મકાન નં ૧૪૨ મેદ્યપ૨ બો૨ીચી ગજાનંદ પાર્ક તો અંજાર જી- પુર્વ કચ્છ મુળ ૨હે-સુરેન્દ્રનગ૨ ભેસજાળચુડા તા. ચુડા જી. સુરેન્દ્રનગર.(૨) જયનીતભાઈ ભ૨તભાઈ કન્નર રહે.મ.નં.૨૧૫, કિડાણા સોસાયટી ગાંધીધામ-કચ્છ.(૩) ચિ૨ાર્ગાસિંહ બલવંતસિંહ ઝાલા ૨હે.અંત૨જાળ ૨વેચીનગ૨-૨ આદીપુર ગાંધીધામ.(૪) શબ્બીર અકબર લુહાર રહે.અંત અંજા૨ મોમાઈ નગ૨ હરીજન વાસ તા-આદીપુર
પોલીસ પકડથી દુ૨ આરોપીઓના નામઃ-(૧) જયરાજસિંહ જીતેન્દ્રસિંહ રાણા રહે.મેદ્યપર બોરીચી તા.અંજાર(૨) રાજભા ગાંડુજી વાદ્યેલા રહે. વર્ધમાનનગર સોસાયટી ગળપાદ૨ ગાંધીધામ(૩) કીંગ ડેવીડ ઉર્ફે કનૈયાલાલ ઠક્ક૨ ૨હે.ગાંધીધામ (૮) દિપક ઠકકર રહે.ગાંધીધામ
કબ્જે કરેલ મુદ્દામાલઃ-(૧) અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂા.૪૦૦૦૦/-આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી બી.વી.બોરીસાગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તથા પો.સ.ઈ.શ્રી એચ.બી.કોવાડીયા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સ્ટાફ જોડાયેલ હતા.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
