<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ભરૂચના વ્‍હોરવાડ-કોઠી વિસ્‍તારમાં ધોળા દિવસે લોહિયાળ ખેલ : એક જ પરિવારના ૩ સભ્‍યો પર ચપ્‍પુથી ઘાતકી હુમલો, ૨નાં મોત

બે અલગ-અલગ મકાનોમાં હુમલા બાદ પヘમિ વિસ્‍તારમાં સનસનાટી : ૧ ગંભીર, હત્‍યાનું કારણ હજી રહસ્‍યમય

ભરૂચ : શહેરના પશ્ચિમ વિસ્‍તારમાં આવેલા વ્‍હોરવાડ અને કોઠી વિસ્‍તારમાં આજે ધોળા દિવસે એક જ પરિવારના ૩ સભ્‍યો પર ધારદાર ચપ્‍પુથી જીવલેણ હુમલો થયો હોવાનો અહેવાલ છે. આ ઘટનામાં ૨ લોકોનાં સ્‍થળ પર જ મોત નીપજ્‍યાં, જ્‍યારે ૧ વ્‍યક્‍તિ ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

ભરૂચ શહેરના પヘમિ વિસ્‍તારમાં આવેલા વ્‍હોરવાડ અને કોઠી વિસ્‍તારમાં આજે ધોળા દિવસે બનેલી બેવડી હત્‍યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. મળતી વિગતો મુજબ, બે અલગ-અલગ મકાનોમાં એક જ પરિવારના ૩ સભ્‍યો પર કોઈ અજાણ્‍યા કારણોસર ધારદાર ચપ્‍પુ વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. ગંભીર ઈજાઓને કારણે ૨ લોકોનાં ઘટનાસ્‍થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્‍યાં, જ્‍યારે પરિવારનો ત્રીજો સભ્‍ય લોહીલુહાણ હાલતમાં જીવન-મરણ વચ્‍ચે ઝોલાં ખાઈ રહ્યો હોવાનું જાણવા મળે છે.

સ્‍થાનિક સૂત્રોને ટાંકતા અહેવાલમાં જણાવાયું છે કે હુમલો એટલો ઘાતકી હતો કે એક ઘરના રસોડામાં લોહીના નિશાન જોવા મળ્‍યા હતા અને ત્‍યાંથી એક મહિલાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઉચ્‍ચ અધિકારીઓ સાથે તાત્‍કાલિક ઘટનાસ્‍થળે દોડી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલી વ્‍યક્‍તિને નજીકની હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે. હત્‍યા અંગત અદાવતને કારણે થઈ કે અન્‍ય કોઈ કારણસર, તે અંગે પોલીસ તપાસ ચાલુ છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. 

(3:42 PM IST)