<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખેડૂતોના હિતલક્ષી નિર્ણય :3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ અને 1700 કિલો જુવાર ટેકાના ભાવે ખરીદશે

રાજ્યના કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રમણ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં માતબર વધારો જાહેર કરાયો

અમદાવાદ : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના માર્ગદર્શન હેઠળ, રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન રમણ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં માતબર વધારો જાહેર કરાયો છે.

કૃષિ પ્રધાન જીતુભાઈ  વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. બાજરીની ખરીદી મર્યાદા અગાઉ જે 2,000 કિલો (100 મણ) હતી, તેને વધારીને હવે 3500 કિલો (175 મણ) પ્રતિ ખેડૂત કરવામાં આવી છે.

આ જ રીતે, મકાઈની ખરીદી મર્યાદા પણ 1500 કિલો (75 મણ)થી વધારીને હવે 2500 કિલો (125 મણ) અને જુવારની ખરીદી મર્યાદા 1,000 કિલો (50 મણ)થી વધારીને ખેડૂત દીઠ 1700 કિલો (85 મણ) કરી છે. આમ, રાજ્ય સરકારે બાજરીમાં 1500 કિલો (75 મણ), મકાઈમાં 1000 કિલો (50 મણ) તેમજ જુવારમાં 700 કિલો (35 મણ)નો વધારો કર્યો છે.

(6:18 PM IST)