તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th June 2026
અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ ભભૂકી : શ્રમિકોના 200થી વધુ ઝૂંપડાં આગની ઝપટે બ
ફાયર બ્રિગેડની 8 ગાડીઓ આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાઈ: મેયર હિતેશ બારોટ ઘટના સ્થળે પહોંચ્યા

અમદાવાદના વિશાલાથી નારોલ રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં આજે બપોરે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં શ્રમિકોના 200થી વધુ ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયા છે અને ફાયર બ્રિગેડની 8 ગાડીઓ આગ બુઝાવવાની કામગીરીમાં જોતરાઈ છે.સાથે મેયર હિતેશ બારોટ ઘટના સ્થળે પહોંચ્યા છે
વિશાલા સર્કલથી નારોલ તરફ જવાના મુખ્ય માર્ગ પર, મેટ્રો સ્ટેશનની બિલકુલ નજીક આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ધોમધખતા ઉનાળાના તાપ વચ્ચે લાગેલી આ આગ એટલી બધી ઝડપથી ફેલાઈ હતી કે જોતજોતામાં આસપાસના અનેક ઝૂંપડાંઓ તેની ચપેટમાં આવી ગયા હતા. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા ઉડતા જોઈને સ્થાનિક રહીશોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને સમજીને આસપાસના સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર કંટ્રોલ રૂમને આ અંગેની જાણ કરવામાં આવી હતી.
આગની ભીષણતા અને વ્યાપને જોતા અમદાવાદ ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું હતું. કંટ્રોલ રૂમમાં મેસેજ મળતાની સાથે જ ઘટનાસ્થળ તરફ તાત્કાલિક ધોરણે આઠ જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ અને પાણીના મોટા ટેન્કરો રવાના કરી દેવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરોના જવાનો દ્વારા અત્યારે યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને ભારે જહેમત બાદ હવે આગ પર મહદંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ અસરગ્રસ્ત વિસ્તારમાં ગરીબ અને શ્રમિક પરિવારોના અંદાજે 200 જેટલા ઝૂંપડાં આવેલા છે. આ શ્રમિકો દિવસ-રાત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. કમનસીબે, આ ૨૦૦ ઝૂંપડાંઓમાંથી આશરે 60થી વધુ ઝૂંપડાંઓમાં આગ લાગી ચૂકી છે. ઝૂંપડાંઓ બનાવવામાં સુકા વાંસ, પ્લાસ્ટિકની તાડપત્રીઓ અને અન્ય જ્વલનશીલ ઘરવખરીના સામાનનો ઉપયોગ થયો હોવાના કારણે આગે અત્યંત રૌદ્ર અને ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ ભીષણ અગ્નિકાંડના લીધે ઝૂંપડાંની અંદર રાખેલો ગરીબ પરિવારોનો તમામ ઘરવખરીનો સામાન, અનાજ અને જીવનજરૂરી ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે.
આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદના મેયર હિતેશ બારોટ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિની ગંભીરતાનો તાગ મેળવ્યો હતો અને રાહત કામગીરીનું જાતે નિરીક્ષણ કર્યું હતું. ઘટનાસ્થળે પહોંચીને મેયર હિતેશ બારોટે મીડિયા સમક્ષ એક મહત્વનું નિવેદન આપ્યું હતું
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
