<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

કોઈ શખ્સે વીપીએન (VPN) નો ઉપયોગ કરીને ધમકીભર્યા મેઈલ મોકલ્યા: અમદાવાદમાં બોમ્બની ધમકી મામલે DGP જી. એસ. મલિકનું નિવેદન

ડીજીપીએ કહ્યું કે યુરોપ જેવા દેશો આવા ફેક મેઈલને પ્રાધાન્ય આપતા નથી, તેમ છતાં સુરક્ષાને ધ્યાને રાખીને આ મામલે સઘન તપાસ શરૂ કરાઈ છે

અમદાવાદમાં સીએમ (CM) ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરએસએસ (RSS) કાર્યાલય સહિતના મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની મળેલી ધમકી અંગે રાજ્યના ડીજીપી (DGP) જી.એસ. મલિકે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે કોઈ શખ્સે વીપીએન (VPN) નો ઉપયોગ કરીને આ પ્રકારના ધમકીભર્યા મેઈલ મોકલ્યા છે, જોકે બોમ્બ સ્કવોડ દ્વારા તમામ સ્થળોએ વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. ડીજીપીએ વધુમાં ઉમેર્યું કે યુરોપ જેવા દેશો આવા ફેક મેઈલને પ્રાધાન્ય આપતા નથી, તેમ છતાં સુરક્ષાને ધ્યાને રાખીને આ મામલે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સાયબર ક્રાઈમની ટીમ પણ ધમકી આપનાર શખ્સને ટ્રેસ કરવા માટે તપાસમાં જોડાઈ ગઈ છે.

(8:34 PM IST)