<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

સુરતમાં નાસીર નગર ડિમોલિશનના અસરગ્રસ્તોને ગોતાલાવાડી ખસેડવા સામે સ્થાનિકોનો ભારે વિરોધ

સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે ગોતાલાવાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને અસરગ્રસ્તોને અહીં કઈ રીતે લાવી શકાય?

સુરતના નાસીર નગર ડિમોલિશન મામલે હવે અશાંતધારાનો મોટો વિવાદ છેડાયો છે. ડિમોલિશનથી અસરગ્રસ્ત થયેલા લોકોને ગોતાલાવાડી ટેનામેન્ટમાં ખસેડવાની મનપાની વિચારણા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં ગોતાલાવાડીના રહીશો મોટી સંખ્યામાં સુરત મનપા કચેરીએ દોડી આવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોની સ્પષ્ટ માંગ છે કે નાસીર નગરના લોકોને ગોતાલાવાડીના ટેનામેન્ટમાં આવાસ ન આપવા જોઈએ. સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો છે કે ગોતાલાવાડી વિસ્તારમાં અશાંતધારો લાગુ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને અસરગ્રસ્તોને અહીં કઈ રીતે લાવી શકાય?

(8:39 PM IST)