<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

છોટાઉદેપુર વનવિભાગની મોટી કાર્યવાહી :જંગલ વિસ્તારમાં ગેરકાયદે ડોલોમાઇટ ખનન કરનારા સામે તવાઈ : રૂ. 2 કરોડનો મુદ્દામાલ જપ્ત

જંગલ જમીનના 60 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં કરાતું હતું ડોલોમાઇટ પથ્થરનું ગેરકાયદેસર ખનન.

છોટાઉદેપુરમાં ગેરકાયદેસર ડોલોમાઇટ ખનન સામે છોટાઉદેપુર વન વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જંગલ જમીનમાં કરાતા બિનઅધિકૃત ખનન ઉપર વન વિભાગની મોટી રેડ પાડી છે. ડોલોમાઇટ પથ્થર ભરેલ એક ટ્રક , બે હિટાચી મશીન સહિત બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જંગલ જમીનના 60 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ડોલોમાઇટ પથ્થરનું ગેરકાયદેસર ખનન કરાતું હતું.. થોડા દિવસ અગાઉ ગેરકાયદેસર પથ્થર વહન કરતી ટ્રકની અડફેટે બાઈક સવાર બે લોકોના મોત થતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું વન વિભાગની કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(8:56 PM IST)