તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 10th June 2026
વડોદરામાં સાવલીમાં બોર ખોદકામ દરમિયાન લાઇન તૂટતાં 3 દિવસથી પાણી કાપ : લોકોએ સ્થળ પર કર્યો ભારે વિરોધ
રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય ઉકેલ ન આવતા રોષે ભરાયેલા લોકોએ એકઠા થઈને સ્થળ પર જ વિરોધ નોંધાવ્યો: સ્થાનિક કોર્પોરેટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા

વડોદરાના સાવલી વિસ્તારમાં બોર ખોદકામની કામગીરી દરમિયાન મુખ્ય પાણીની લાઇન તૂટી જતાં છેલ્લા 3 દિવસથી પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આજે રોષે ભરાયેલા લોકોએ એકઠા થઈને સ્થળ પર જ વિરોધ નોંધાવ્યો હતો. હોબાળાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઉનાળાની આ સિઝનમાં પડી રહેલી હાલાકીને ધ્યાને રાખીને યુદ્ધના ધોરણે લાઇન રિપેર કરી તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની ઉગ્ર માગ કરી છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
