તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
અંબાજીમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય ઉજવણી: મંત્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતામાં દિવ્ય મહાઆરતી
પીએમ મોદીના સુશાસનની ઉજવણીના આ ગૌરવશાળી પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ, નાગરિકો અને દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ મહાઆરતીમાં જોડાઈને આ ભવ્ય પળના સાક્ષી બન્યા

-
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષના સફળ અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે એક વિશેષ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિરના નૃત્ય મંડપથી લઈને ચાર ચોક સુધી હજારો દીવડાઓના પ્રકાશ સાથે એક દિવ્ય મહાઆરતી યોજાઈ હતી. પીએમ મોદીના સુશાસનની ઉજવણીના આ ગૌરવશાળી પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ, નાગરિકો અને દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ મહાઆરતીમાં જોડાઈને આ ભવ્ય પળના સાક્ષી બન્યા હતા.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
