<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં મુસાફરોનો ધસારો: અત્યાર સુધીમાં ૧૩.૮૧ કરોડ લોકોએ સફર કરી, દૈનિક ૧.૬ લાખ મુસાફરોનો નોંધાયો વિક્રમ

નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે મેટ્રોએ આવન-જાવન સરળ અને સસ્તી બનાવી:ભવિષ્યમાં નવા રૂટ શરૂ થતા આ આંકડામાં હજુ વધુ ઉછાળો આવવાની પૂરી સંભાવના

ગુજરાતના બે મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેન સેવાનો વ્યાપ અને લોકપ્રિયતા સતત વધી રહ્યા છે. સત્તાવાર આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં ૧૩.૮૧ કરોડથી વધુ મુસાફરો મેટ્રોની આરામદાયક મુસાફરીનો લાભ લઈ ચૂક્યા છે. ટ્રાફિકની સમસ્યાથી બચવા દરરોજ અંદાજે ૧.૬ લાખ લોકો મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે.

અમદાવાદ: અમદાવાદ અને પાટનગર ગાંધીનગર વચ્ચે શરૂ થયેલી મેટ્રો ટ્રેન સેવા નાગરિકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. ગરમી, પ્રદૂષણ અને ટ્રાફિક જામથી બચવા માટે લોકો હવે મેટ્રોની વાતાનુકૂલિત અને ઝડપી સફરને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના તાજેતરના ડેટા અનુસાર, મેટ્રો પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ ૧૩.૮૧ કરોડથી પણ વધુ પેસેન્જરોએ મેટ્રોમાં મુસાફરી કરી છે. હાલમાં દૈનિક ધોરણે સરેરાશ ૧.૬ લાખ મુસાફરો મેટ્રોનો ઉપયોગ કરે છે. ખાસ કરીને નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ માટે મેટ્રોએ આવન-જાવન સરળ અને સસ્તી બનાવી દીધી છે. ભવિષ્યમાં નવા રૂટ શરૂ થતા આ આંકડામાં હજુ વધુ ઉછાળો આવવાની પૂરી સંભાવના છે.

(12:44 AM IST)