News of Thursday, 11th June 2026
ગુજરાતના ઓટોમોબાઈલ માર્કેટમાં તેજીનો માહોલ: મે ૨૦૨૬માં વાહનોના વેચાણમાં ૧૮.૧૬ ટકાનો જંગી ઉછાળો, કુલ ૧.૫૮ લાખ યુનિટ્સ વેચાયા
ફાડાના લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યના ઓટોમોબાઈલ રિટેલ માર્કેટમાં મે ૨૦૨૬ મહિનામાં જબરદસ્ત વૃદ્ધિ: ગયા વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં ૧૮.૧૬ ટકાનો વધારો:રાજ્યમાં વિવિધ કેટેગરીના કુલ ૧.૫૮ લાખ જેટલા નવા વાહનોનું વેચાણ થયું .

અમદાવાદ: ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા) ના તાજેતરના રિપોર્ટ મુજબ ગુજરાતના લોકોએ વાહન ખરીદીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. મે ૨૦૨૬ મહિનાના આંકડા દર્શાવે છે કે રાજ્યનું ઓટોમોબાઈલ માર્કેટ ફુલ ગિયરમાં દોડી રહ્યું છે. આ એક જ મહિના દરમિયાન ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને કોમર્શિયલ વાહનો સહિત કુલ ૧,૫૮,૦૦૦ થી વધુ નવા વાહનોનું રજિસ્ટ્રેશન અને વેચાણ નોંધાયું છે. વાર્ષિક ધોરણે સરખામણી કરીએ તો આ વેચાણમાં ૧૮.૧૬ ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, ગરમીની સિઝનમાં એસી કારની વધેલી ડિમાન્ડ, લગ્નગાળો અને સારી આર્થિક ગતિવિધિઓને કારણે વાહનોના વેચાણમાં આટલો મોટો વધારો જોવા મળ્યો છે. ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ નોંધપાત્ર માંગ નીકળી છે
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
