News of Thursday, 11th June 2026
આણંદમાં આરોગ્ય વિભાગ દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના એકમોમાં આકસ્મિક ચેકિંગ
લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ પાસેથી 22 હજાર, સર્વોદય આઈસ્ક્રીમ પાસેથી 20 હજાર તેમજ મસ્તી લસ્સી સેન્ટર પાસેથી 1 હજારનો દંડ વસૂલાયો: ત્રણેય એકમોને સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા કડક સૂચન

આણંદ શહેરમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણી-પીણીના એકમોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અનેક સ્થળોએ સ્વચ્છતાનો અભાવ અને આરોગ્ય સંબંધિત નિયમોના ભંગના કિસ્સાઓ સામે આવ્યા હતા. જેના પગલે લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ પાસેથી રૂ. 22 હજાર, સર્વોદય આઈસ્ક્રીમ પાસેથી રૂ. 20 હજાર તેમજ મસ્તી લસ્સી સેન્ટર પાસેથી રૂ. 1 હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગે ત્રણેય એકમોને ભવિષ્યમાં સ્વચ્છતા જાળવવા અને નિયમોનું પાલન કરવા કડક સૂચના પણ આપી છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
