<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

અમદાવાદમાં સતત બીજા દિવસે શંકાસ્પદ ઘી બનાવતા એકમો સામે કાર્યવાહી :452 લીટર શંકાસ્પદ ઘી જપ્ત

લાયસન્સ વિના ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરી સામે એક્શન: કઠવાડા વિસ્તારમાં માતંગી ડેરી પ્રોડક્ટ્સમાં સ્વચ્છતાના અભાવ સહિતની વિવિધ અનિયમિતતા

અમદાવાદમાં સતત બીજા દિવસે શંકાસ્પદ ઘી બનાવતા એકમો સામે ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. લાયસન્સ વિના ઘીનું ઉત્પાદન કરતી ફેક્ટરી સામે એક્શન લેવામાં આવ્યું છે. તપાસ દરમિયાન 452 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. કઠવાડા વિસ્તારમાં આવેલી માતંગી ડેરી પ્રોડક્ટ્સમાં સ્વચ્છતાના અભાવ સહિતની વિવિધ અનિયમિતતાઓ સામે આવતા ફૂડ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી હતી. વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરીને જરૂરી કાનૂની પગલાં લેવામાં આવી રહ્યા છે.

(11:24 AM IST)