હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 11th June 2026
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે બીલમોડા પુલનું નિર્માણ પૂર્ણતાના આરે : ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે
માર્ગ અને મકાન વિભાગ દ્વારા 1088 લાખના ખર્ચે તૈયાર કરાયેલો આ 2.50 કિલોમીટર લાંબો પુલ વર્ષો જૂના કોઝવેનું સ્થાન લેશે,

વાંસદા તાલુકાના બીલમોડા પાસે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતા મહત્વના પુલનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું છે, જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા 1088 લાખના ખર્ચે તૈયાર કરાયેલો આ 2.50 કિલોમીટર લાંબો પુલ વર્ષો જૂના કોઝવેનું સ્થાન લેશે, જે ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ જતાં બંને રાજ્યો વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. આ કાયમી સુવિધાથી સરહદી વિસ્તારોમાં વેપાર-રોજગારને વેગ મળશે અને સ્થાનિક લોકોને ચોમાસામાં પડતી આરોગ્ય તેમજ પરિવહનની મુશ્કેલીઓનો કાયમી અંત આવશે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
