<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ગુજરાતને સ્પેસ ટેકનોલોજીનું હબ બનાવવાની દિશામાં રાજ્ય સરકારની મોટી છલાંગ : ગુજરાત સ્પેસ ટેક પોલિસી 2025-30: GIDC ખોરજ ખાતે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્કની જાહેરાત : CTFમાં 100 કરોડના ખર્ચે 8 અત્યાધુનિક સુવિધા : IN-SPACeનો સહયોગ

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, રાજ્ય મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં જાહેરાત : 12 ટન પેલોડનું વાઇબ્રેશન ટેસ્ટિંગ, થર્મો-વેક્યુમ ચેમ્બર, ક્લીનરૂમની સુવિધા, 50 એકર જમીન ફાળવાઈ, સ્ટાર્ટઅપ્સ-MSMEsને મોટો ફાયદો

અમદાવાદ તા.૧૧ : ગુજરાતને સ્પેસ ટેકનોલોજીનું હબ બનાવવાની દિશામાં રાજ્ય સરકારે મોટી છલાંગ લગાવી છે. ગુજરાત સ્પેસ ટેક પોલિસી 2025-30 અંતર્ગત GIDC ખોરજ ખાતે સ્ટેટ-ઓફ-ધ-આર્ટ 'સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક' અને 'કોમન ટેક્નિકલ ફેસિલિટી' (CTF) વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. 

IN-SPACe ઇન્ડસ્ટ્રી કનેક્ટની 10મી આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને IN-SPACe વચ્ચે આ સુવિધા વિકસાવવા માટેના કરારની જાહેરાત થઈ છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ ભારતની સ્પેસ ઇકોનોમીને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા IN-SPACeની રચના સ્પેસ સેક્ટર માટે ઇનેબલર, પ્રમોટર અને રેગ્યુલેટર તરીકે કરવામાં આવી છે. ડો. વિક્રમ સારાભાઈના વારસાથી પ્રેરિત ગુજરાત ઇન્ડસ્ટ્રીની ભાગીદારી અને ક્ષમતા વિકાસ પર ભાર મૂકતી સમર્પિત સ્પેસટેક પોલિસી રજૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યએ સ્પેસ સેક્ટર માટે અલગ બજેટની જોગવાઈ પણ કરી છે.  

આ કોમન ટેક્નિકલ ફેસિલિટી IN-SPACe સાથે ગાઢ સહયોગમાં ડિઝાઇન કરવામાં આવી છે. અહીં સ્ટાર્ટઅપ્સ અને MSMEs માટે વિશ્વકક્ષાની નીચેની સુવિધાઓ ઉપલબ્ધ થશે.ક્લીનરૂમ Class 100,000: સેફ્ટી સિસ્ટમ્સ સાથે,થર્મો-વેક્યુમ ચેમ્બર: પર્યાવરણીય સિમ્યુલેશન માટે,વાઇબ્રેશન ટેસ્ટિંગ સિસ્ટમ 12 ટન સુધીના પેલોડ હેન્ડલ કરવાની ક્ષમતા,EMI/EMC ટેસ્ટિંગ ફેસિલિટી,ક્લાયમેટ ટેસ્ટ ચેમ્બર,માસ પ્રોપર્ટીઝ મેઝરમેન્ટ સિસ્ટમ્સ,મેગ્નેટિક ફિલ્ડ-ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર,અર્થ ઓબ્ઝર્વેશન ઓપ્ટિક્સના કેલિબ્રેશન માટેની સુવિધા.  

CTFના વિકાસ માટે IN-SPACe રાજ્ય સરકારને ટેક્નિકલ સપોર્ટ ઉપરાંત CTFના સાધનો માટે 100 કરોડ રૂપિયા સુધીનું નાણાકીય યોગદાન આપશે. સ્પેસ પાર્ક અને ફેસિલિટીના નિર્માણ તથા સંચાલન માટે જરૂરી વધારાનું ભંડોળ રાજ્ય સરકાર આપશે. રાજ્ય સરકારે GIDC ખોરજ ખાતે સમર્પિત સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક વિકસાવવા માટે 50 એકર જમીન ફાળવી છે, જેને ભવિષ્યમાં 100 એકર સુધી વિસ્તારી શકાશે.

DSTના સચિવ  પી. ભારતી, IAS અને GSEMના મિશન ડિરેક્ટર નેહા કુમારી, IASએ જણાવ્યું કે ખોરજ ખાતેનો સ્પેસ પાર્ક 'એન્ડ-ટુ-એન્ડ સ્પેસક્રાફ્ટ, પેલોડ સિસ્ટમ્સ અને સ્પેસ-બેઝ્ડ એપ્લિકેશન્સ ડિઝાઇન'ની થીમ પર આધારિત હશે. 

આ શેર્ડ મોડેલથી સ્ટાર્ટઅપ્સ અને MSMEsને હાઈ-ક્વોલિટી ટેસ્ટિંગ અને વેલિડેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા મળશે, જે સ્વતંત્ર રીતે ઉપલબ્ધ કરવી મુશ્કેલ હોય છે. રાજ્યમાં જ કમ્પોનન્ટ્સ અને સિસ્ટમ્સનું ટેસ્ટિંગ-ક્વોલિફિકેશન શક્ય બનતા પ્રોડક્ટ ડેવલપમેન્ટ સાયકલ ઝડપી બનશે અને સ્પેસ-ગ્રેડ સિસ્ટમ્સની વિશ્વસનીયતા વધશે.

મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના યુવાનોની ક્ષમતાઓમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે ગુજરાત સરકાર IN-SPACe અને ઉદ્યોગ હિતધારકો સાથે મળીને ગુજરાતની સ્પેસ ઇકોનોમીને 'ઓર્બિટ'માં લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.

(2:17 PM IST)