<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

વિમાન દુર્ઘટનાની ભયાવહકતા બીજે મેડિકલ હોસ્‍ટેલના ખંડેરોમાં આજે પણ કેદ છે

અમદાવાદમાં થયેલ ગોઝારી ઘટનાની કાળી યાદ

અમદાવાદઃ ૧૨ જૂન...એક એવી તારીખ જે અમદાવાદ કયારેય ભૂલી શકશે નહીં. આજથી ૧ વર્ષ પહેલાં, અહીં આકાશમાંથી અચાનક આફત તૂટી પડી હતી. લંડન જઈ રહેલું એક વિમાન સિવિલ હોસ્‍પિટલ કેમ્‍પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજની હોસ્‍ટેલ સાથે ભયાનક રીતે અથડાયું હતું અને જોતજોતામાં સમગ્ર વિસ્‍તાર આગની લપેટમાં આવી ગયો હતો. આ ભયાનક દુર્ઘટનાને કાલે ૧ વર્ષ પૂર્ણ થશે. આજે જ્‍યારે આપણે આ ઘટનાસ્‍થળે પહોંચીએ છીએ, ત્‍યારે સમય ભલે આગળ વધી ગયો હોય, પરંતુ અહીંની દિવાલો, બળી ગયેલા વળક્ષો અને ખંડેરો હજુ પણ તે કાળા દિવસની ભયાનકતાની સાક્ષી પૂરી રહ્યા છે.

કેમ્‍પસની અંદર પ્રવેશતાની સાથે જ સૌથી પહેલી નજર એક સંપૂર્ણપણે બળી ગયેલી બાઇક પર પડે છે. ધૂળના જાડા થરથી ઢંકાયેલી આ બાઇક જાણે કોઈની આતુરતાથી રાહ જોઈ રહી હોય તેવું લાગે છેラકદાચ તેના એ માલિકની, જે તે દિવસે હોસ્‍ટેલમાંથી કયારેય પાછો ન ફરી શકયો. બાઇક એટલી હદે કાળી પડી ગઈ છે અને કાટ ખાઈ ગઈ છે કે તે કોઈ મોંઘી બુલેટ જેવી પ્રતીત થાય છે. તેનાથી થોડે જ દૂર એક કાર ઉભેલી છે, જેના પર હજુ પણ આગના ભયાનક નિશાન મોજૂદ છે. તેની વિન્‍ડશિલ્‍ડ સંપૂર્ણ તૂટી ગઈ છે, આખું બોડી કાળું પડી ગયું છે અને હવે માત્ર લોખંડનું એક નિર્જીવ પિંજર જ બાકી રહ્યું છે. છાત્રાલયના પ્રભાવિત ભાગમાં વિનાશના દૃશ્‍યો આજે પણ એટલા જ તાજા અને સ્‍પષ્ટ દેખાય છે. તૂટી પડેલી દિવાલો, ગરમીથી વળી ગયેલા લોખંડના સળિયા અને ખંડેર બનેલા ઓરડાઓ જાણે મૂંગા મોઢે ચીસો પાડી રહ્યા છે. અહીંપ્રતહીં રખડતાં કોઈ વિદ્યાર્થીનું અડધું બળેલું પુસ્‍તક નજરે પડે છે, તો કયાંક તૂટેલી ખુરશીઓ પડેલી છે. આ બધું જોઈને એવું ભાસે છે કે જાણે ૧ વર્ષ પહેલાં આ જગ્‍યાએ સમય કાયમ માટે થંભી ગયો હોય. અકસ્‍માતની આસપાસ વિખરાયેલી નાની-મોટી વસ્‍તુઓ હજુ પણ હૃદયને હચમચાવી મૂકે તેવા પ્રશ્‍નો પૂછે છે. કોઈના ચશ્‍મા, કોઈની તૂટેલી બેગ અને યુવા ભવિષ્‍યના સપનાના ટુકડાઓ અહીં સમયના કાટમાળ નીચે દટાયેલા જોવા મળે છે.

 જેમ જેમ આપણે હોસ્‍ટેલની વધુ નજીક જઈએ છીએ, તેમ તેમ એક સંપૂર્ણ કાળું પડી ગયેલું વળક્ષ નજરે ચડે છે. તેની બધી ડાળીઓ સુકાઈ ગઈ છે, પરંતુ તેને જોતાં એવું લાગે છે કે તે કંઈક કહેવા માંગે છે. જાણે તે વળક્ષ બોલી રહ્યું હોય કે, હું આ હોસ્‍ટેલનો ખૂબ જૂનો મિત્ર છું, કળપા કરીને મારી વેદના સાંભળો. એક સમય હતો જ્‍યારે મેડિકલના તેજસ્‍વી વિદ્યાર્થીઓ મારા ઘટાદાર છાંયડામાં બેસતા હતા. કોઈ પરીક્ષાની ચિંતા કરતું, તો કોઈ પોતાના સોનેરી ભવિષ્‍યના સપના વણતું હતું. તે યુવાન ડોક્‍ટરોના હાસ્‍ય અને વાતોથી હું હંમેશા આનંદિત રહેતો હતો. આ કમકમાટીભરી ઘટનાને આજે લગભગ ૧ વર્ષ વીતી ચૂકયું છે. ધીમેપ્રધીમે કેમ્‍પસમાં જિંદગી ફરી પાટા પર આવી રહી છે અને વિદ્યાર્થીઓ પોતાના અભ્‍યાસમાં વ્‍યસ્‍ત બન્‍યા છે. પરંતુ આ ખંડેરો, બળેલી બાઇકો, કાળી પડી ગયેલી કારો અને આ મૌન વળક્ષો હજુ પણ તે ભયાનક બપોરના મૂક સાક્ષી તરીકે અડીખમ ઉભા છે. આ દૃશ્‍યો સાબિત કરે છે કે કેટલીક દુઃખદ ઘટનાઓ માત્ર સમાચારો પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ તે હંમેશા માટે તે સ્‍થાનો અને લોકોના આત્‍મામાં કાયમી ડાઘ છોડી જાય છે

(3:19 PM IST)