<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

વીજતંત્રમાં ૩ વર્ષથી એક જ સ્‍થળે ફરજ બજાવતા તમામ કેડરના કર્મચારીઓની બદલી માટે થયેલ આદેશ સામે પ્રચંડ રોષ

એજીવીકાસ દ્વારા એમ.ડી.ને પત્ર પાઠવાયોઃ યોગ્‍ય નહિ થાય તો ભરચોમાસે વર્ક ટુ રૂલ અને ઉગ્ર આંદોલન થશે.. : બાળકોનું શિક્ષણ-ઉંમર લાયક માતા-પિતાનેસાચવવા-નવી જગ્‍યા, ૧ હજાર જેટલી ખાલી જગ્‍યા વિગેરે તમામ બાબતની નકારાત્‍મક અસરો થશે..

રાજકોટ, તા.૧૧: અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે પીજીવીસીએલના એમડીને તાકિદનો પત્ર પાઠવી પીજીવીસીએલ કંપની દ્વારા ત્રણ (૩) વર્ષથી વધુ એક જ સ્‍થળે અને એક જ વિભાગ ખાતે ફરજ બજાવતા તમામ કેડરના તમામ કર્મચારીઓની બદલી માટે આપેલ આદેશ સામે સંઘ દ્વારા સ્‍પષ્‍ટ વિરોધ પ્રદર્શિત કરવા અને ત્‍વરિત અસરથી બદલીના આદેશ સ્‍થગિત કરવા માંગણી કરી છે.

પત્રમાં ઉમેરાર્યુ છે કેપીજીવીસીએલ કંપની દ્વારા મનમાની અને મનસ્‍વી વલણ અપનાવી અગાઉ સંદર્ભઃ (૧) થી ચલાવવામાં આવેલ સામુહિક બદલીઓ માટે સૂચના આપતા સંઘ દ્વારા સંદર્ભઃ (૨) થી વિરોધ નોંધાવતા મેનેજમેંટ દ્વારા સદર બદલીની આપેલ સૂચના સ્‍થગિત કરેલ ત્‍યાર બાદ ફરીથી સંદર્ભઃ (૧) મુજબના પત્ર આધીન બદલીઓ માટે વિગતો ભેગી કરવા સૂચના આપેલ છે જે અન્‍વયે ફિલ્‍ડમાં ફરજ બજાવતા સંઘના સભ્‍યો/હોદ્દેદારો દ્વારા ટેલિફોનિક અનેક ફરિયાદો અને ઉગ્ર વિરોધ સાથે રોષ અને અસંતોષની લાગણીઓ ફેલાઈ ગયેલ હોય ફરીથી સંઘ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવે છે.

ઉપરોક્‍ત વિષય અનુસંધાને આપ સવિનય સહ જણાવવાનું કે તાજેતરમા કેન્‍દ્ર સરકારશ્રી  દ્વારા આ જ કર્મચારીઓની એક મહિનાની તનતોડ મહેનતના પરિણામ સ્‍વરૂપ સોલારને સંલગ્ન પાંચ સૌથી મહત્‍વના એવોર્ડ મળેલ છે જેના લીધે કર્મચારીઓને બિરદાવવાને બદલે પીજીવીસીએલ મેનેજમેંટ દ્વારા આજ રોજ તદ્દન નિયય વિરુદ્ધની અને કર્મચારીઓના ન્‍યાયિક હક્ક પર તરાપ મારતી તઘલકી નિર્ણયો લેતી સૂચનાઓ આપવામાં આવેલ છે તેમજ કર્મચારીઓની કોઈ પણ વાંક ગુના વગર ફરજિયાત બદલી કરવી પડે તેવી પરિસ્‍થિતી ઉપસ્‍થિત થયેલ છે જે કર્મચારીઓના માનવીય હક્કોનું અને બંધારણીય મૂલ્‍યોનું સીધું જ હનન છે જેનો સંઘ ઉગ્ર વિરોધ  પ્રદર્શિત કરે છે તેમજ હાલમાં ફિલ્‍ડમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભયંકર રોષ અને અસંતોષ ફેલાયેલ છે તથા કર્મચારીઓમાં માનસિક તણાવમાં ગરકાવ થઈ રહ્યા છે

૦૨. હાલમાં શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયેલ હોય અને કર્મચારીઓના બાળકો સ્‍કૂલોમાં પણ જતાં થઈ ગયા હોય તથા ફી પણ ભરપાઈ થઈ ગયેલ હોય બાળકોના ભણતર પર પણ નકારાત્‍મક અને કર્મચારીને આર્થિક નુકશાન થશે. ૦૩. હાલમાં ચાલી રહેલ વસ્‍તી ગણતરીમાં પણ શિક્ષકો જેમના બદલીના ઓર્ડર આવેલ છે તેમને વસ્‍તી ગણતરીની કામગીરી પૂર્ણ કરી સને-૨૦૨૭ સુધી બદલી ન કરવા સંલગ્ન જિલ્લા કલેક્‍ટર દ્વારા સૂચનાઓ આપેલ છે. ૦૪. હાલમાં જુની.આસી.ની ૯૫૦ થી વધુ જગ્‍યાઓ ખાલી તથા જૂની.ઇજનેરની ૧૦૦ થી વધુ જગ્‍યાઓ ખાલી હોય તેની કામગીરી હાલના હયાત સ્‍ટાફ પર પણ પડી રહી છે અને આ પ્રકારની બદલીઓથી વહીવટીય કામગીરી પર નકારાત્‍મક અસરો થશે..

૦૭. વધુમાં, કંપનીમાં ફરજ બજાવતા વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓ જેઓની પાસે કામગીરી કરવાની કોઈ જ સ્‍વતંત્ર સત્તાઓ નથી અને જેઓ દ્વારા તેમના ઉપરી અધિકારીની સૂચના મુજબ જ કંપનીના પ્રસ્‍થાપિત નીતી-નિયમોને ધ્‍યાને રાખી પ્રમાણિકતા તથા નિષ્ઠાપૂર્વક કામગીરી કરવાની હોય છે છતા એક તરફી અને અન્‍યાયી રીતે આ પ્રકારની બદલીઓ કરવા આદેશ કરવો સહેજ પણ વ્‍યાજબી નિર્ણય નથી જેનાથી ફિલ્‍ડમાં અફરાતરફી મચી જવા પામેલ છે.

૦૮. હાલમાં ઘણા બધા કર્મચારીઓ પોતાના વતન ખાતે પોતાની કે પરિવાર કે તથા વળધ્‍ધ માતા-પિતા કે સામાજિક જવાબદારીને લીધે ફરજ બજાવતા હોય છે જો તેમની બદલી કરતાં સમગ્ર પરિવારની પરિસ્‍થિતી વિકટ ઊભી થશે અને કર્મચારી પરિવારની ચિંતામાં પોતાની ફરજ સારી રીતે બજાવી શકશે નહીં જેની નકારાત્‍મક અસરો કંપનીના વહીવટ પર પડશે..

વધુમાં, આપ  ધ્‍યાન દોરવાનું ફિલ્‍ડમાં ફરજ બજાવતા કર્મચારીઓ જેઓ દ્વારા કંપનીના પ્રસ્‍થાપિત નીતી-નિયમોનું ઉલ્લંઘન કરતાં હોય ગુનાહિત પ્રવળતિ આચરતા હોય તેવા કર્મચારીની બદલી કરી શકાય પરંતુ કોઈ એક કર્મચારી નિયમ વિરુદ્ધની પ્રવળતિ આચરેલ હોય તેમાં સર્વે દોષિત ગણી સજા આપવી સહેજ પણ યોગ્‍ય નથી જેથી મેનેજમેંટની આ પ્રકારની તઘલકી પ્રવળતિ સહેજ પણ સાંખી લેશે નહીં અને સામૂહિક ન્‍યાય માટે ઉગ્ર લડત આપતા સહેજ પણ અચકાશે નહીં જેના ભાગરૂપે આગામી સમયમાં આવનાર વાવાઝોડા અને અતિવળષ્ટિના સમયમાં કંપનીનો સ્‍ટાફ પોતાની ફરજ નિયમ મુજબ બજાવી વર્ક-ટુ-રૂલનો અમલ કરશે અને ત્‍યાર બાદ આંદોલન કરી લડતા આપશે જેની અતિ ગંભીર પીજીવીસીએલના એમડીને આપત્ર એજી વિકાસના સીનીયર સેક્રેટરી જનરલ બળદેવ પટેલ દ્વારા પાઠવાયો છે. 

 

(3:44 PM IST)