તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
સુરત જિલ્લા પંચાયતના નિવૃત સિનિયર ક્લાર્ક દિલીપભાઈ પટેલ વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસરની મિલ્કત અંગેનો ગુન્હો દાખલ કર્યો
આસીસ્ટન્ટ ઈજનેર તરીકેના ફરજકાળ દરમ્યાન વિવિધ રીતરસમોથી અપ્રમાણસર મિલ્કત વસાવી :31,43 ટકાની અપ્રમાણસર મિલ્કત અંગેનો ગુનો દાખલ

સુરત જીલ્લા પંચાયતના સિનિયર કલાર્ક દિલીપભાઈ નારણભાઈ પટેલનાઓ વિરુદ્ધ રૂ.૩૧,૦૦,૪૦૦/- (૩૧.૪૩%) ની અપ્રમાણસર મિલ્કત અંગેનો ગુનો દાખલ કરતી સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે.સુરત
આરોપી દિલીપભાઈ નારણભાઈ પટેલ, સિનીયર ક્લાર્ક, સુરત જીલ્લા પંચાયત, સુરત હાલ-નિવૃત નાઓએ પોતાના સિનિયર ક્લાર્ક તરીકેના ફરજકાળ દરમ્યાન તા.૦૧/૦૧/૨૦૦૮ થી તા.૩૦/૦૯/૨૦૧૮ સુધી પોતાની કાયદેસરની કુલ આવકની સામે રૂપિયા રૂ.૩૧,૦૦,૪૦૦/- (અંકે રૂપિયા એકત્રીસ લાખ ચારસો) ની અપ્રમાણસર મિલ્કત તેઓએ આર્થિક ફાયદા માટે આસીસ્ટન્ટ ઈજનેર તરીકેના ફરજકાળ દરમ્યાન વિવિધ રીતરસમોથી અપ્રમાણસર મિલ્કત વસાવી રાજ્યસેવક તરીકે ગુનાહિત ગેરવર્તણુંક કરી, અપ્રમાણસર મિલ્કતનો ગુનો આચરેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન જણાય આવેલ. જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં ૩૧.૪૩% જેટલી વધુની અપ્રમાણસર મિલ્કત વસાવેલ હોવાનું તપાસ દરમ્યાન જણાય આવેલ છે.
દિલીપભાઈ નારણભાઈ પટેલ, સિનીયર ક્લાર્ક, સુરત જીલ્લા પંચાયત, સુરત હાલ-નિવૃત નાઓ વિરૂદ્ધ
સરકાર તરફે કે.જે.ધડુક, પો.ઈન્સ. સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત નાઓએ સ.ત. તરફે ફરિયાદ આપતા સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૮/૨૦૨૬ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ ની કલમ ૧૩(૧) ઇ સાથે વાંચતા સુધારા અધિનિયમ-૨૦૧૮ ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(૨) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.
સદર ગુનાની તપાસ એન.બી.સોલંકી, પો.ઇન્સ. નવસારી એ.સી.બી. પો.સ્ટે. નાઓ કરી રહેલ છે. જેના સુપરવિઝન અધિકારી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત નાઓ છે.
સરકારના જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા કાયદસેરના મહેનતાણા સિવાય જાહેર જનતા પાસે જો કોઈ ગેરકાયદેસર લાંચની માંગણી કરવામાં આવે તો તેવા અધિકારી/કર્મચારી અંગેની જાણ એ.સી.બી ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં.૦૭૯-૨૨૮૬૬૭૭૨, ફેક્સ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઈ-મેઇલ: [email protected] મો.નં.૯૦૯૯૯ ૧૧૦૫૫ ઉપર કરવા જાગૃત જનતાને આહવાન કરવામાં આવે છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
