<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

સુરત 'ભૂતીયા ડિમોલિશન'માં લોકો બેઘર થયા છતાં તંત્રનું છલકછલાણું : અધિકારીઓ અને મનપા કમિશનરના નિવેદનોમાં જબરો વિરોધાભાસ

જવાબદાર અધિકારીઓનો ડિમોલિશન કાયદાકીય રીતે થયું હોવાનો દાવો બીજી તરફ ખુદ મનપા કમિશનર કહી રહ્યા છે કે, ડિમોલિશન કોણે કર્યું તેની હજુ ખબર નથી.

સુરતમાં ચર્ચાસ્પદ બનેલા 'ભૂતીયા ડિમોલિશન'ના કારણે કેટલાય પરિવારો બેઘર થઈ ગયા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા (મનપા) નું તંત્ર હજુ પણ આ મામલે જવાબદારી સ્વીકારવાને બદલે 'ખો-ખો' રમી રહ્યું છે. આ સમગ્ર ઘટનામાં મનપાના જ અલગ-અલગ સ્તરેથી વિરોધાભાસી નિવેદનો સામે આવી રહ્યા છે; એક તરફ જવાબદાર અધિકારીઓ આ ડિમોલિશન કાયદાકીય રીતે થયું હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ ખુદ મનપા કમિશનર કહી રહ્યા છે કે, ડિમોલિશન કોણે કર્યું તેની હજુ ખબર નથી. તંત્રની આ આડોડાઈ અને નિવેદનબાજીથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

(8:32 PM IST)