News of Thursday, 11th June 2026
અમદાવાદ એરપોર્ટ પરથી ફરી સોનાની દાણચોરી ઝડપાઈ : રૂ. 60 લાખની કિંમત સોનાના ચેઈન હૂકનું સોનું ઝડપાયું
શારજાહથી આવેલી એર અરેબિયાની ફ્લાઈટ આવેલ મુસાફર પાસેથી 18 કેરેટ અને 14 કેરેટના સોનાના ચેઈન હૂક ટ્રોલી બેગમાં સંતાડેલા ઝડપાયા

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક રહેતી હોય છે, ત્યારે ફરી એકવાર કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીનો મોટો પર્દાફાશ કર્યો છે. શારજાહથી અમદાવાદ આવી રહેલા એક મુસાફરની અસામાન્ય હિલચાલ પર શંકા જતા AIU કસ્ટમ્સની ટીમે તેને ગ્રીન ચેનલ પાસે અટકાવ્યો હતો. ઝીણવટભરી તપાસ દરમિયાન મુસાફરની બે ટ્રોલી બેગમાંથી સોનાની વસ્તુઓ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી મુસાફર એર અરેબિયાની ફ્લાઇટ G9-418 દ્વારા શારજાહથી અમદાવાદ પહોંચ્યો હતો. કસ્ટમ વિભાગે જ્યારે તેની બેગની તપાસ કરી ત્યારે તેમાં ખૂબ જ કુશળતાપૂર્વક છુપાવવામાં આવેલી સોનાની ચેઇન હૂક્સ મળી આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ કુલ 600.240 ગ્રામ સોનું હતું, જે 18K અને 14K શુદ્ધતાનું હતું. બજારના હાલના ભાવ મુજબ જપ્ત કરાયેલા આ સોનાની કિંમત ₹ 60.24 લાખથી પણ વધુ આંકવામાં આવી રહી છે.
કસ્ટમ્સ વિભાગ દ્વારાઆ સમગ્ર જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યો છે. હાલમાં કસ્ટમ વિભાગે મુસાફરની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ સોનું કોના માટે લાવવામાં આવ્યું હતું અને આ પાછળ કોણ કોણ સામેલ છે, તે દિશામાં કસ્ટમ વિભાગ વધુ તપાસ કરી રહ્યું છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
