<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ગાંધીનગરમાં કોરોનાની ફરી એન્ટ્રી: ચારધામની યાત્રાએથી પરત ફરેલા ૫૧ વર્ષીય મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ

શરદી-ઉધરસ અને તાવના લક્ષણો બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા

ગાંધીનગરમાં લાંબા અંતરાલ બાદ ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. તાજેતરમાં ચારધામની યાત્રાએથી પરત ફરેલા ૫૧ વર્ષીય મહિલાનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

ઉત્તરાખંડના પ્રવાસથી પરત ફર્યા બાદ શરદી-ઉધરસ અને તાવના લક્ષણો જણાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

દર્દીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે અને સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે

    સંક્રમિત થયેલા આ મહિલા તાજેતરમાં જ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ચારધામની ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને થોડા દિવસો પહેલાં જ ગાંધીનગર પરત ફર્યા હતા. ઘરે આવ્યા બાદ તેમને અચાનક શરદી, ઊધરસ અને સતત તાવ જેવા લક્ષણો દેખાતા તેઓ બીમાર પડ્યા હતા. તેમની તબિયત વધુ લથડતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તબીબોએ સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

(11:08 PM IST)