તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Thursday, 11th June 2026
હિંમતનગર સેશન્સ કોર્ટનો ઈલોલ સલૂન હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો: બે મુખ્ય આરોપીઓને ફાંસીની સજા ફટકારી: એકને 7 વર્ષની જેલની સજા
વર્ષ 2023 ના ઈલોલ સલૂન હત્યા કેસમાં બે મુખ્ય આરોપી મોહંમદ નદીમ અંસારી અને શહેબાઝ અહેમદ અંસારીને ફાંસીની સજા જ્યારે પુરાવા નષ્ટ કરનાર અન્ય એક આરોપી પરવેઝ મુશર્રફને 7 વર્ષની જેલની સજા ફટકારી

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ 2023 ના ચકચારી હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. અંદાજે ત્રણ વર્ષ અગાઉ ઈલોલ ગામમાં બનેલી ઘાતકી અને હૃદયકંપાવનારી હત્યાની ઘટનામાં અદાલતે કડક વલણ અપનાવ્યું છે. ન્યાયાલયે કેસના કુલ 3 આરોપીઓ પૈકી 2 મુખ્ય આરોપીઓને ફાંસીની સજા અને અન્ય 1 સહ-આરોપીને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ચુકાદાથી ગુનેગારોમાં કાયદાનો ડર અને સમાજમાં ન્યાય પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
આ ભયાનક ગુનાની વિગતવાર વાત કરીએ તો, વર્ષ 2023 માં ઈલોલ ) ગામમાં આવેલા એક સલૂન માં આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને પીડિત પર તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કર્યો હતો અને કદરૂપી રીતે તેની હત્યા નીપજાવી હતી. આટલું જ નહીં, માનવતાને શરમાવે તેવા આ કૃત્ય આચર્યા બાદ પકડાઈ જવાના ડરે આરોપીઓએ ઘટનાસ્થળેથી લોહી અને અન્ય કાયદાકીય પુરાવા નષ્ટ કરવાનો પણ પૂરેપૂરો પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક પોલીસ અને ફોરેન્સિક ટીમે ઝીણવટભરી તપાસ કરીને કોર્ટ સમક્ષ મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા.
આ હાઈ-પ્રોફાઈલ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ હિરેન ત્રિવેદી દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલ હિરેન ત્રિવેદીએ આ ગુનાને ‘રેરેસ્ટ ઓફ રેર’ (Rarest of Rare) ગણાવીને સમાજમાં દાખલો બેસે તેવી કડક સજાની માંગણી કરી હતી. કોર્ટે તમામ વૈજ્ઞાનિક, પ્રત્યક્ષ પુરાવા અને બંને પક્ષોની દલીલોને ધ્યાને રાખીને ગુનેગારોને દોષિત જાહેર કર્યા હતા.
અદાલતે મુખ્ય આરોપીઓ મોહંમદ નદીમ મોહંમદ કુતુબિન અંસારી અને શહેબાઝ અહેમદ મોહંમદ મુલતાની અંસારીને ફાંસીની સજા સંભળાવી છે. જ્યારે ગુનામાં મદદગારી કરનાર અને પુરાવા છૂપાવવામાં સામેલ ત્રીજા આરોપી પરવેઝ મુશર્રફ નૌશાદહુસૈન અંસારી ને 7 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. હિંમતનગર કોર્ટના આ કડક ફેંસલાની હાલ આખા રાજ્યમાં ભારે ચર્ચા થઈ રહી છે.
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
