News of Friday, 12th June 2026
સુરત મનપા કચેરીના ગેટ પર પત્રકારોના ધરણા :ધક્કામુકી અને ગેરવર્તનનો વિરોધ: માર્શલ-પોલીસ સામે પત્રકારોની ન્યાયની માંગ
કતારગામના નાસીરનગર ડિમોલિશન વિવાદ અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો સાથે થયેલી ધક્કામુકકીના કારણે ભારે વિવાદ અને રોષ ફેલાયો

સુરત મહાનગરપાલિકા (SMC) કચેરી ખાતે કતારગામના નાસીરનગર ડિમોલિશન વિવાદ અને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારો સાથે થયેલી ધક્કામુકકીના કારણે ભારે વિવાદ અને રોષ ફેલાયો છે. પત્રકારો સવાલો પૂછી રહ્યા હતા ત્યારે પાલિકાના માર્શલોએ ગેરવર્તન કર્યાના આક્ષેપો થયા છે.
પત્રકારો સાથે ધક્કામુકી અને ગેરવર્તનના વિરોધમાં પત્રકારો મનપા કચેરી બહાર ધરણા પર બેઠા હતા
સુરતના નાસીરનગરના ભૂતિયા ડિમોલિશનને લઈ ભારે વિવાદ છંછેડાયો છે, ત્યારે ડિમોલિશન કોણે કર્યું તે જાણવા સુરતનું મીડિયા મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન પાસે પહોંચ્યું હતું. આ દરમિયાન મ્યુ. કમિશનર અને એન્જિનિયર આશિષ નાયક મીડિયાના સવાલોના જવાબો આપવાને બદલે SMCના કોન્ફરન્સ રૂમમાં ભાગ્યા હતા અને દરવાજા બંધ કરી દીધા હતા.
આ દરમિયાન મીડિયા જ્યારે કોન્ફરન્સ રૂમમાં મ્યુ. કમિશનરને મળવા જાય છે, ત્યારે માર્શલો બોલાવીને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો અને માર્શલના લોકોએ પત્રકારનો કોલર પકડી ધક્કામુક્કી કરી હતી. મીડિયા સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જોકે, સ્થિતિ વણસતા લાલ ગેટ પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા બે મીડિયા કર્મચારીઓને લાઠી મારવામાં આવી હતી. ો
- સ્થાનિકોના આક્ષેપ મુજબ, કોઈપણ પૂર્વ નોટિસ વિના ૧૦૦ કરતા વધુ ઘરો તોડી પાડવામાં આવ્યા હતા
- મનપા કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે પાલિકા દ્વારા આ ડિમોલિશન કરવામાં આવ્યું નથી, જેથી આ રહસ્યમય તોડફોડ કોણે કરી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
- આ વિવાદ અંગે મનપા કચેરીમાં આયોજિત મીડિયા બ્રીફિંગમાં સવાલ પૂછવા ગયેલા પત્રકારો અને કેમેરામેનો સાથે પાલિકાના કર્મચારીઓ દ્વારા ધક્કામુક્કી અને મારપીટ કરવામાં આવી હતી.
(12:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
