માત્ર આંકડાઓની કહાણી નહીં: બદલાતા ભારતના આત્મવિશ્વાસની પ્રતીતિ
વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીના બાર વર્ષની વિકાસયાત્રા

શાસન નેતૃત્વમાં પરિવર્તન એટલે માત્ર શાસક કે સરકારમાં બદલાવ એવો જો આપણે સામાન્ય રીતે નિષ્કષ કાઢતા હોઈએ તો કદાચ એ વાસ્તવિક નહીં લેખાય. સાચું શાસન પરિવર્તન એ સામાન્યજનના કે સમગ્ર દેશના સર્વાંગી વિકાસમાં પરિવર્તન લાવે તેને કહેવાય. ભારતવર્ષને સંબંધ છે ત્યાં સુધી તેના સ્વાતંત્ર્ય કાળ પછીના તમામ શાસકોએ દેશના વિકાસ માટે જે-તે સમયે યથાયોગ્ય તમામ પ્રયાસો કર્યા, તેમાં તેઓ સફળ પણ રહ્યાં.
વર્ષ ૨૦૧૪ પછી સમગ્ર દેશે રાષ્ટ્ર વિકાસની જે ગતિ પકડી છે તેને તુલનાત્મક રીતે નહીં પણ તેના યથાર્થ પ્રયાસોના ભાગરૂપે પણ જો આપણે મૂલવીએ તો સૌ કોઈએ વાતનો સ્વીકાર કરશે કે સમગ્ર વિશ્વમાં ભારતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં એક આગવું હાંસલ કર્યું છે. સમગ્ર વિશ્વમાં તો ખરું જ પરંતુ -ત્યેક ભારતવાસીના હૃદયમાં વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગૌરવવંતુ સ્થાન હાંસલ કર્યું છે. એટલે જ તો વર્ષ ૨૦૧૪થી શરૂ કરીને દેશના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે ૪૩૯૯ દિવસ પૂરા કર્યા છે. આ સિદ્ધિ સાચા અર્થમાં યશસ્વી સિદ્ધિ જ કહેવાય. વર્ષ ૨૦૧૪ પછીના ભારતની વિકાસયાત્રાને જોવામાં આવે તો સ્પષ્ટપણે અનુભવાય છે કે દેશે સામાન્ય જનની સુખાકારી, ગરીબ કલ્યાણ, રાષ્ટ્ર સંરક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્રોલોજી, ઊર્જા અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રે એક નવા યુગમાં પ્રવેશ કર્યો છે.
જ્યાં સુધી ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી વડાપ્રધાન તરીકે શપથ લીધાના માત્ર ૧૭મા દિવસે જ શ્રી નરેન્દ્રભાઈએ રાષ્ટ્રની સરદાર સરોવર યોજનાના સંદર્ભમાં જે નિર્ણય લીધો તે માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ પ?મિ ભારતના રાજ્યો-ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કળષિ વિકાસની દ્રષ્ટિએ સીમાચિホરૂપ લેખાશે.
શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ છેલ્લા બાર વર્ષ દરમિયાન ભારતે અનેક એવાં પરિવર્તનો જોયા છે, જે માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી રહ્યા પરંતુ સામાન્ય નાગરિકના જીવનમાં પણ અસરકારક રીતે અનુભવાયા છે.
ગરીબ કલ્યાણ અને જીવનસ્તરમાં સુધારો
શ્રી નરેન્દ્રભાઈએ સામાન્ય માનવી નાણાંકીય બચતનો અભિગમ કેળવીને આર્થિક દ્રષ્ટિએ સ્વાવલંબી બને તેવા હેતુ સાથે અમલમાં મૂકેલ જનધન યોજના સાચા અર્થમાં અનેક ગરીબ પરિવારો માટે તેમનું જીવનધોરણ સુધારવામાં ઉપયોગી બની છે. એવી જ રીતે સ્વચ્છતા અને આરોગ્યની સુખાકારીની દ્રષ્ટિએ અમલમાં મૂકાયેલ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ૧૧ કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ થયું, જેના કારણે ખુલ્લામાં શૌચ જવાની સમસ્યા ઘટાડવામાં મદદ મળી. જળ જીવન મિશન અંતર્ગત નળથી પાણી પહોંચતા ઘરોની સંખ્યા ૧૭ ટકાથી વધીને ૮૦ ટકા કરતાં વધુ થઈ છે. ગરીબો માટે ચાર કરોડથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
દેશના ગરીબ વર્ગની આરોગ્ય સુખાકારીની ચિંતા કરીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૮માં શરૂ કરેલી આયુષ્યમાન ભારત -ધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી તે સામાન્યજનની સુખાકારીની દ્રષ્ટિએ એક ક્રાંતિકારી યોજના કહી શકાય. આ યોજના અંતર્ગત ગરીબ-મધ્યમ પરિવારને રૂા. ૫ લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા મળે છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે ૧૧.૬૯ કરોડથી વધુ હોસ્પિટલ એડમિશન/ સારવારના કેસોને મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ૪૨ કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને અપાયા છે.
આત્મનિર્ભર ભારત અને ઉત્પાદનક્ષેત્રનો વિકાસ
મોબાઈલ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ભારતે મોટો ઉછાળો લીધો છે. વર્ષ ૨૦૧૪માં જ્યાં દેશમાં વર્ષે આશરે ૬ કરોડ મોબાઈલ ફોનનું ઉત્પાદન થતું હતું, ત્યાં આજે તે ૩૩ કરોડથી વધુ થઈ ગયું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં પણ ભારતે -થમ વખત મોટા પ્લાન્ટ અને ઓસેટ યુનિટ્સ સ્થાપવાના -યાસો શરૂ કર્યા છે.
ડિજિટલ ક્રાંતિ : વિશ્વને ચકિત કરતું ભારત
વર્ષ ૨૦૧૪માં દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ ખૂબ મર્યાદિત હતો. આજે ભારત દર મહિને ૧૮ અબજથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતું વિશ્વનું અગ્રણી દેશ બન્યું છે. યુપીઆઈ આધારિત વ્યવહારોએ નાના વેપારીઓથી લઈને સામાન્ય લોકો સુધી નાણાકીય વ્યવહારોને સરળ બનાવ્યા છે. ઈન્ટરનેટ વપરાશકર્તાઓની સંખ્યા ૨૫ કરોડથી વધીને ૯૫ કરોડથી વધુ થઈ છે. ગામડાં સુધી ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક પહોંચાડવાના પ્રયત્નોથી બે લાખથી વધુ ગામો ડિજિટલ કનેક્ટિવિટી સાથે જોડાયા છે.
ઈન્ફાસ્ટ્રક્ચરમાં ઐતિહાસિક વધારો
દેશના એક્સપ્રેસ-વે નેટવર્કમાં આ?ર્યજનક વળદ્ધિ થઈ છે. વર્ષ ૨૦૧૪માં આશરે એક હજાર કિલોમીટર જેટલા એક્સપ્રેસ-વે હતા, જ્યારે આજે તે ૬,૭૦૦ કિલોમીટરથી વધુ થયા છે. મેટ્રો રેલ નેટવર્ક ૨૫૦ કિલોમીટરથી વધીને એક હજાર કિલોમીટરથી વધુ થયું છે. એરપોર્ટોની સંખ્યા ૭૪માંથી વધીને ૧૬૦થી વધુ થઈ છે, જેના કારણે હવાઈ મુસાફરી સામાન્ય લોકો સુધી પહોંચી છે.
રેલવે ક્ષેત્રમાં પણ વિશાળ પરિવર્તન આવ્યું છે. રેલવે વિદ્યુતીકરણ ૨૧ હજાર કિલોમીટરથી વધીને ૬૫ હજાર કિલોમીટરથી વધુ થયું છે. બંદરોની ક્ષમતા ૮૦૦ એમટીપીએથી વધીને ૨, ૭૬૦ એમટીપીએથી વધુ થઈ છે. ગેસ પાઇપલાઇન નેટવર્ક અને ટ્રાન્સમિશન નેટવર્કમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
ઊર્જા અને ગ્રીન ઈન્ડિયાની દિશામાં આગળ વધતું ભારત
સૌર ઊર્જા ક્ષેત્રે ભારતે અસાધારણ પ્રગતિ કરી છે. વર્ષ ૨૦૧૪માં માત્ર ૨.૬ ગીગાવોટ સૌર ક્ષમતા ધરાવતું ભારત આજે ૧૧૦ ગીગાવોટથી વધુ ક્ષમતાવાળો દેશ બન્યો છે. રિન્યૂએબલ એનર્જી ક્ષમતા ૩૨ ગીગાવોટથી વધીને ૨૨૦થી ૨૭૫ ગીગાવોટ સુધી પહોંચી છે. ઈથેનોલ બ્લેન્ડિંગ ૧.૫ ટકા પરથી વધીને ૨૦ ટકા સુધી પહોંચાડવામાં આવ્યું છે, જે ઊર્જા આત્મનિર્ભરતા તરફનું મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં ૨૫ હજારથી વધુ ઈવી ર્ચાજિંગ સ્ટેશનો ઉભા થયા છે. સીએનજી સ્ટેશનોની સંખ્યા ૭૩૮થી વધીને ૮,૬૦૦થી વધુ થઈ છે, જ્યારે પીએનજી ગેસ કનેક્શન ૨૫ લાખથી વધીને ૧.૬ કરોડ સુધી પહોંચ્યા છે. આમ, પર્યાવરણની જાળવણીની દ્રષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ કામગીરી થઈ છે.
વૈશ્વિક મંચ પર વધતી ભારતની પ્રતિષ્ઠા
ભારત આજે વિશ્વ રાજનીતિમાં વધુ સશક્ત અવાજ સાથે ઉભરતો દેશ બન્યો છે. જી-૨૦ ની અધ્યક્ષતા હોય કે વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની વધતી ભૂમિકા, વિશ્વ હવે ભારતને માત્ર વિકાસશીલ દેશ તરીકે નહીં પરંતુ વૈશ્વિક નેતૃત્વક્ષમ શક્તિ તરીકે મૂલવતું થયું છે.
ઈસરો દ્વારા ચંદ્રયાન-૩ અને આદિત્ય એલ-૧ જેવા અભિયાનોએ વિશ્વમાં ભારતની વૈજ્ઞાનિક શક્તિનું પ્રદર્શન કર્યું છે. કોરોના મહામારી દરમિયાન વિશ્વના અનેક દેશોને રસી અને દવાઓ પૂરી પાડીને ભારતે ‘વસુધૈવ કુટુમ્બકમ્'ની ભાવનાને પણ ઉજાગર કરી.
શ્રી નરેન્દ્ર મોદીના બાર વર્ષના કાર્યકાળના સંદર્ભમાં એ હકીકત અવગણવી મુશ્કેલ છે કે આ સમયગાળા દરમિયાન ભારતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટેક્રોલોજી, ઊર્જા, ગરીબ કલ્યાણ અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રે ઝડપી પરિવર્તનનો અનુભવ કર્યો છે. આ વિકાસયાત્રા માત્ર આંકડાઓની કહાણી નથી, પરંતુ બદલાતા ભારતના નવા આત્મવિશ્વાસની પણ સાક્ષી છે.
આલેખનઃ
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
(ભાજપના વરિષ્ઠ નેતા, ભૂતપૂર્વ કેબીનેટ પ્રધાન)










છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
