<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

એમેઝોન દ્વારા ૧૦ ફીચર કેટેગરીમાં સ્‍માર્ટચોઇસ ફીચરનું વિસ્‍તરણ

ભારતમાં ઇલેક્‍ટ્રોનિકની શોપિંગ માટે સૌથીકોમ્‍પ્રિહેન્‍સિવ ગાઇડેડ ડિસ્‍કવરી એક્‍સપિરિયન્‍સનો પ્રારંભ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ એમેઝોન ઇનદ્વારા ૧૦ કન્‍ઝ્‍યુમર ઇલેક્‍ટ્રોનિક્‍સ કેટેગરીઝ માટે તેના સ્‍માર્ટચોઇસ ફીચરના વિસ્‍તરણની જાહેરાત કરવામાં આવી છે. આફીચર નિષ્‍ણાતના અભિપ્રાય સહિત, ૩૦ વિશિષ્ટ યુઝપ્રકેસ સેગમેન્‍ટ્‍સમાં યુઝ-કેસપ્રલીડ ભલામણો ધરાવે છે, જે હવે ભારતમાં ઇલેક્‍ટ્રોનિક્‍સની ખરીદી માટે સૌથી કોમ્‍પ્રિહેન્‍સિવ ગાઇડેડ -ડિસ્‍કવરી એક્‍સપિરિયન્‍સ છે.

આ અંગે એમેઝોન ઇન્‍ડિયાના કન્‍ઝ્‍યુમર ઇલેક્‍ટ્રોનિક્‍સના ડિરેક્‍ટર ઝેબાખાને જણાવ્‍યું હતું કે ‘‘ સ્‍માર્ટચોઇસનું નિર્માણ માત્ર એક જ વિચારને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવ્‍યું હતું કે ગ્રાહકોને વધારે પડતાંવિકલ્‍પોની જરૂર નથી પરંતુ તેમને એક સાચા વિકલ્‍પની જરૂર છે જેની ઉપર તેઓ ભરોસો કરી શકે છે. સ્‍માર્ટચોઇસ ગ્રાહકો પ્રોડક્‍ટ્‍સનોવાસ્‍તવિક રીતે કેવી રીતે ઉપયોગ કરે છે તેની સાથે પ્રોડક્‍ટનું મેચિંગ કરીને આ મુશ્‍કેલી ઉકેલે છે. સ્‍માર્ટચોઇસ સાથે રૂફુસ,લેન્‍સ AI, AI જનરેટેડ રિવ્‍યુ સમરી અને પ્રાઇસ હિસ્‍ટ્રી સાથે મળીને કામગીરી કરતી હોવાથી, Amazon.in AI ટૂલ્‍સ દ્વારા સમર્થિત એક્‍સપર્ટપ્રકયુરેટેડ ભલામણો પુરી પાડે છે, જે ગ્રાહકોને વિશાળ શ્રેણીના કન્‍ઝ્‍યુમર ઇલેક્‍ટ્રોનિક્‍સની પસંદગી ઉપર દરેક પગલે આત્‍મવિશ્વાસપૂર્ણ ખરીદ નિર્ણયો લેવામાં મદદ કરે છે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે. 

(11:16 AM IST)