<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

પંડિત જવાહરલાલ નહેરુનું યોગદાન અવિસ્‍મરણીય : ઇતિહાસમાંથી તેને ભૂંસી શકાય નહીં : હેમાંગ રાવલ

સ્‍વતંત્રતા સંગ્રામમાં વર્ષો સુધી જેલવાસ ભોગવનાર અને આધુનિક ભારતના પાયાના શિલ્‍પી

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્‍તા શ્રી હેમાંગ રાવલે એક અખબારી યાદીમાં જણાવ્‍યું હતું કે, તાજેતરના સમયમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના યોગદાનને ઓછું દર્શાવવાના અને ઇતિહાસને વિકળત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભારતના રાષ્‍ટ્ર નિર્માણમાં પંડિત જવાહરલાલ નહેરુનું યોગદાન અવિસ્‍મરણીય છે અને તેને કોઈપણ રાજકીય કારણોસર નકારી શકાય તેમ નથી.

પંડિત જવાહરલાલ નહેરુ માત્ર સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જ નહોતા, પરંતુ તેઓ ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી સેનાની હતા. ભારતની આઝાદી માટેના વિવિધ આંદોલનોમાં સક્રિય ભાગ લેવા બદલ તેમણે પોતાના જીવનના નવ વર્ષથી વધુ સમય બ્રિટિશ જેલોમાં વિતાવ્‍યો હતો. તેમના ત્‍યાગ, બલિદાન અને રાષ્‍ટ્રપ્રેમે સ્‍વતંત્ર ભારતના નિર્માણમાં મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

પંડિત જવાહરલાલ નહેરુ અને તેમના પરિવારનો રાષ્‍ટ્રપ્રેમ માત્ર શબ્‍દો પૂરતો મર્યાદિત નહોતો. સ્‍વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન નહેરુ પરિવારે પોતાની વિશાળ સંપત્તિ, સુખ-સગવડો અને અંગત જીવન દેશને સમર્પિત કરી દીધું હતું. કેટલાક ઇતિહાસકારો અને અર્થશાષાીઓના અભ્‍યાસ તથા દાવા મુજબ નહેરુ પરિવારે પોતાની મોટાભાગની મિલકતો અને સંપત્તિ રાષ્‍ટ્રીય હિત તથા સ્‍વાતંત્ર્ય આંદોલન માટે અર્પણ કરી હતી. સ્‍વરાજ ભવન કોંગ્રેસના સ્‍વાતંત્ર્ય આંદોલનનું મુખ્‍ય કેન્‍દ્ર બન્‍યું, જ્‍યારે આનંદ ભવન પણ બાદમાં રાષ્‍ટ્રને સમર્પિત કરવામાં આવ્‍યું. આજે આ ઐતિહાસિક મિલકતોની કિંમત હજારો કરોડ રૂપિયામાં આંકી શકાય તેમ હોવાનું પણ કેટલાક ઇતિહાસકારો અને અર્થશાષાીઓનું માનવું છે. ભલે આ આંકડાઓ અંગે વિવિધ મતો હોય પરંતુ એ નિર્વિવાદ હકીકત છે કે નહેરુ પરિવારે સંપતિ કરતાં દેશસેવા, સ્‍વાતંત્ર્ય અને રાષ્‍ટ્રહિતને સર્વોચ્‍ચ સ્‍થાન આપ્‍યું હતું.

૧૫ ઓગસ્‍ટ, ૧૯૪૭ના રોજ જ્‍યારે ભારતને આઝાદી મળી ત્‍યારે દેશ ગરીબી, નિરક્ષરતા, બેરોજગારી, ઔદ્યોગિક પછાતપણું અને સામાજિક અસમાનતા જેવા અનેક પડકારો સામે ઝઝૂમી રહ્યો હતો. તેવા કપરા સમયમાં પંડિત નહેરુજીએ આધુનિક ભારતના નિર્માણનું સ્‍વપ્ન માત્ર જોયું જ નહીં, પરંતુ તેના પાયાઓ પણ મજબૂત બનાવ્‍યા.

પંડિતજીના નેતૃત્‍વ હેઠળ રચાયેલ પ્રથમ કેન્‍દ્રીય મંત્રીમંડળ ભારતની વૈવિધ્‍યસભર અને સર્વસમાવેશક લોકશાહી પરંપરાનું ઉત્તમ ઉદાહરણ હતું. દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ગળહમંત્રી તરીકે ૫૬૨થી વધુ દેશી રજવાડાઓનું એકીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું. ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશને વિશ્વનું શ્રેષ્‍ઠ લોકશાહી બંધારણ આપ્‍યું. મૌલાના અબુલ કલામ આઝાદે શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક યોગદાન આપ્‍યું. લાલ બહાદુર શાષાી, જગજીવન રામ, ગોવિંદ બલ્લભ પંત, રફી અહમદ કિદવાઈ, સી. રાજગોપાલાચારી, વી.કે. કળષ્‍ણ મેનન જેવા મહાનુભાવોએ દેશના વિકાસમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું.

વિશેષ નોંધનીય બાબત એ છે કે ડૉ. શ્‍યામા પ્રસાદ મુખરજી જેવા અલગ રાજકીય વિચારધારાના નેતાને પણ પંડિત નહેરુના મંત્રીમંડળમાં મહત્‍વનું સ્‍થાન આપવામાં આવ્‍યું હતું. આ બાબત નહેરુજીની લોકશાહી પ્રત્‍યેની પ્રતિબદ્ધતા, રાજકીય સહિષ્‍ણુતા અને સર્વસમાવેશક અભિગમને ઉજાગર કરે છે.

પંડિત નહેરુએ દેશના વિકાસ માટે શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપી હતી. તેમના નેતૃત્‍વમાં IIT, AIIMS, UGC, CSIR, Atomic Energy Commission જેવી અગ્રણી સંસ્‍થાઓની સ્‍થાપના થઈ. ઉચ્‍ચ શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત આજે વિશ્વમાં જે સ્‍થાન ધરાવે છે તેના મૂળમાં નહેરુજીની દૂરંદેશી નીતિઓ રહેલી છે.

દેશને આત્‍મનિર્ભર બનાવવા માટે તેમણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપ્‍યું. ભિલાઈ, દુર્ગાપુર અને રાઉરકેલા જેવા વિશાળ સ્‍ટીલ પ્‍લાન્‍ટો, હેવી એન્‍જિનિયરિંગ ઉદ્યોગો, તેલ અને ઊર્જા ક્ષેત્રની જાહેર સાહસિક સંસ્‍થાઓ તથા અનેક રાષ્‍ટ્રીય ઔદ્યોગિક પ્રોજેક્‍ટ્‍સ તેમના કાર્યકાળમાં શરૂ થયા. આજે નવરત્‍ન અને મહારત્‍ન તરીકે ઓળખાતી અનેક જાહેર ક્ષેત્રની કંપનીઓના પાયા નહેરુ યુગમાં જ નાંખવામાં આવ્‍યા હતા.

નહેરુજી મોટા બંધો, ઔદ્યોગિક સંકુલો અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને‘‘આધુનિક ભારતના મંદિરો'' તરીકે ઓળખાવતા હતા. ભાખરા-નાંગલ, હિરાકુડ, નાગાર્જુન સાગર જેવી વિશાળ યોજનાઓએ દેશના કળષિ અને ઔદ્યોગિક વિકાસમાં ક્રાંતિ લાવી. વિદેશ નીતિના ક્ષેત્રમાં પણ પંડિત નહેરુએ ભારતને વિશ્વમાં આગવું સ્‍થાન અપાવ્‍યું. બિનજોડાણવાદી ચળવળના સ્‍થાપક નેતાઓમાં તેમનો સમાવેશ થાય છે. તેમણે ભારતની સ્‍વતંત્ર વિદેશ નીતિને વૈશ્વિક સ્‍તરે માન્‍યતા અપાવી અને વિકાસશીલ દેશોના અવાજને મજબૂત બનાવ્‍યો.

લોકશાહી, ધર્મનિરપેક્ષતા, સ્‍વતંત્ર ચૂંટણી પંચ, સંસદીય પરંપરાઓ, ન્‍યાયતંત્રની સ્‍વાયત્તતા, વૈજ્ઞાનિક અભિગમ અને બંધારણીય મૂલ્‍યોને મજબૂત બનાવવા માટે પંડિત નહેરુએ જે પાયો નાખ્‍યો હતો તેના કારણે ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ગૌરવપૂર્વક ઉભું છે.

માત્ર વડાપ્રધાન તરીકેના કાર્યકાળની વાત કરીએ તો પંડિત જવાહરલાલ નહેરુએ ૧૫ ઓગસ્‍ટ ૧૯૪૭થી ૨૭ મે ૧૯૬૪ સુધી લગભગ ૧૬ વર્ષ અને ૨૮૬ દિવસ એટલે કે આશરે ૬,૧૩૦ દિવસ સુધી દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી, જે આજ સુધી ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સતત વડાપ્રધાન કાર્યકાળ છે. આજે ભારત જે લોકશાહી, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે તેના મજબૂત પાયા પંડિત જવાહરલાલ નહેરુ અને તેમના સાથી મહાન રાષ્‍ટ્રનિર્માતાઓએ નાંખ્‍યા હતા. ઇતિહાસને તોડમરોડ કરીને રજૂ કરવાને બદલે દેશના મહાન નેતાઓના યોગદાનને તથ્‍યોના આધારે સ્‍વીકારવું જોઈએ. 

હેમાંગ મહિપતરામ રાવલ

પ્રવક્‍તા અને મીડિયા કોર્ડીનેટર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

(11:19 AM IST)