<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

સ્‍વ. વિજયભાઇની કાર્યકર તરીકેની ઉંચાઇને સો-સો સલામ : સંભારણા વાગોળતા ભૂપેન્‍દ્રસિંહ

ચા પીવા આવવાનું આમંત્રણ આપતા લાગણીભીના શબ્‍દો ઇશ્વરે છીનવી લીધા

રાજકોટ, તા. ૧ર :  રાજયના પુર્વ કેબીનેટ મંત્રી શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમાએ જણાવેલ છે કે   મારા જનસંઘ સમયના સાથી, પૂર્વ મુખ્‍યમંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્‍યક્ષ સ્‍વ. વિજયભાઇ રૂપાણીની આજે પહેલી વાર્ષિક પુણ્‍યતિથિ નિમિત્તે હું આદરપૂર્વક મારી શ્રદ્ધાંજલિ અને ભાવાંજલિ અર્પણ કરૂં છું. મારા માટે તેમની સાથેના કેટલીક સંવાદો યાદગાર બન્‍યા છે.

‘‘બાપુ ઘરે છો.

હા સાહેબ.

હું પણ અહીં છું, અનુકુળતા હોય તો આવો ચા પીએ.

છાપા જ વાંચુ છું, બસ આવુ છું.''

આ શબ્‍દો ઈશ્વરે કાયમ માટે છીનવી લીધા.

સરકાર બદલાયાનો કોઈ અફસોસ કે દુઃખ મેં કયારેય તેમના વાણી વર્તનમાં જોયું નહીં. ઉપરથી એવુ કહ્યું કે બાપુ, પાર્ટીના આદેશને માન આપીને શિસ્‍તબદ્ધ સૈનિક તરીકે આકરી કસોટીમાંથી આપણી ટીમ પાસ થઇ ગઈ, હવે ૨૦૨૨ ની તૈયારીમાં લાગી જવું જોઈએ.

કાર્યકર તરીકેની આ ચાઈને સો-સો સલામ સાથે મારા જેવા હજારો કાર્યકરો વતી ડા દુઃખની લાગણી સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.

(11:35 AM IST)