હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એ પ્લેન હવામાં બે મિનિટ વધારે રહ્યું હોત તો હાલના DGP અને તત્કાલીન સીપી જી.એસ. મલ્લિકનો બંગલો સળગીને રાખ થઇ ગયો હોત
રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ સહિત ૨૬૨ લોકોનો ભોગ લેનાર માત્ર અમદાવાદ નહિ, ગુજરાતના ઈતિહાસની દુર્ઘટનાનું દર્દ હાલના મુખ્ય પોલીસ વડા અને અમદાવાદ સીપી તરીકે જેમના ખંભે મોટો ભાર આવેલ તેવા જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક આ કરૂણાંતિકા યાદ કરતા તેમની આંખોમાં દર્દ સાથે આજે એક વર્ષે પણ આંસુ છલકાઈ જાય છે : જી.એસ. મલ્લિકના પત્નીએ નજીકના મકાનમાં મોટી આગ લાગી હોવાનું જણાવેલ, તેઓ જેવા એક્શનમાં આવ્યા ત્યાં પોલીસ કંટ્રોલ રૂમે જાણ કરી, તુર્ત ઘટના સ્થળે પહોંચી BSF વડા તરીકેનો અનુભવ કામે લગાડી ધડાધડ નિર્ણયો લીધા : દેશ વિદેશથી સ્નેહીઓ સિવિલ હોસ્પિટલ પર ઉમટી પડશે, અને કોઈની લાગણી આવી પરિસ્થિતીમાં દુભાઇ તેવું આ સંવેદનશીલ ips ને મંજૂર ન હોવાથી પોતાની સતાનો સારા કાર્યમાં ઉપયોગ કર્યોઃ લાશ પોસ્ટમોર્ટમ પ્રકારની વિધિ વગર સુપ્રત કરીઃ FSL વડા એચ.પી. સંઘવી અને ટીમે પણ રાત દિવસ ફરજ બજાવી

રાજકોટ તા.૧૨: રાજકોટના પનોતા પુત્ર અને તત્કાલીન મુખ્યમંત્રી સહિતનો ભોગ લેવાયો એ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે, પણ ભોગ બનનારા પરિવારનો ઘા કે વેદના રૂઝાઈ નથી, આવીજ હાલત ટોચના પોલીસ અધિકારીની છે, લોકોનો સામાન્ય માન્યતા પોલીસ વિશે તેવો કઠણ કાળજા અને કોઈ અંગત ન હોય તો ભાગ્યેજ તેમને અસર થાય છે, તેવી હોય છે. પણ આ સિનિયર IPS જુદી માટીના બનેલ છે, આ ips એટલે ગુજરાતના હાલના મુખ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક.
૨૬૨ લોકોના ભોગ લેનાર અમદાવાદની આ પ્લેન દુર્ઘટના સમયે જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકએ સમયે અમદાવાદના પોલીસ કમિશનર હતા અને યોગાનયોગ આ દુર્ઘટના તેમના બંગલા નજીક બની હતી, અને તેમના પત્નીએ જ તેમનું ધ્યાન દોરી બાજુમાં આગ લાગી હોવાનું જણાવતાં, તેઓ ઇમરજન્સી સેવા, ફાયર બ્રિગેડ, પોલીસ કંટ્રોલને જાણ કરવાની તૈયારી કરતા હતા ત્યાં પોલીસ કંટ્રોલમાંથી આ દુર્ઘટનાની જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા, આજે પણ જે દુર્ઘટના યાદ કરતા જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકની આંખો છલકાઈ જાય છે ત્યારે તેમના શબ્દોમાં જ આખો ચિતાર મેળવીએ.
‘‘૧૨ જૂન ૨૦૨૫ની એ બપોરે અચાનક એક ભયાનક બ્લાસ્ટ થયો. સૌથી પહેલો ફોન મારી પત્નીનો આવ્યો કે સામેના મકાનોમાં કંઈક બહુ મોટું થયું છે. ત્યાં જ કંટ્રોલ રૂમનો ઈન્ટરકોમ રણકયો સાહેબ, પ્લેન ક્રેશ થયું છે! હું ક્ષણનોય વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે દોડયો. ઘડિયાળમાં હજી બે પણ નહોતા વાગ્યા, પણ ત્યાં જે દ્રશ્ય હતું... એ રૂઝાઈ ન શકે તેવા જખમ જેવું હતું.'' તેમના શબ્દોમાં એ લાચારી અને તીવ્ર વેદના સ્પષ્ટ વર્તાતી હતી. ચારેય તરફ આગની જ્વાળાઓ હતી, સળગતી લાશો હતી અને ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે એ ભયાવહ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમના શબ્દોમાં એ લાચારી અને તીવ્ર વેદના સ્પષ્ટ વર્તાતી હતી. ચારેય તરફ આગની જ્વાળાઓ હતી, સળગતી લાશો હતી અને ફાયર બ્રિગેડના જવાનો જીવના જોખમે એ ભયાવહ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કુલ ૨૬૦ જિંદગીઓ હોમાઈ ચૂકી હતી- ૨૪૧ પ્લેનની અંદર અને ૧૯ કમનસીબ આત્માઓ જમીન પર. જો એ પ્લેન હવામાં માત્ર ૨ સેકન્ડ વધારે રહ્યું હોત, તો કદાચ કમિશનરનું પોતાનું ઘર પણ એ રાખના ઢગલામાં હોત.
આવી મોટી આપત્તિમાં વહીવટી પ્રક્રિયાઓ સામાન્ય રીતે મહિનાઓ સુધી ચાલતી હોય છે, પણ મલિક સાહેબે માનવતાને સર્વોપરી ગણી. તેમણે જણાવ્યું કે, ‘‘મને ખ્યાલ હતો કે સિવિલ હોસ્પિટલ પર આભ તૂટી પડવાનું છે. લંડનથી લઈને દેશના ખૂણે-ખૂણેથી સ્વજનોના આક્રંદ સાથે લોકો દોડી આવવાના હતા. મેં મારી ખાસ સત્તાનો ઉપયોગ કરીને તુરંત ‘‘પાર્શિયલ ઓટોપ્સી'' (Partial Autopsies) નો ઐતિહાસિક ઓર્ડર કર્યો, જેથી લાશોના ચીરફાડ વગર વહેલી તકે સગાઓને સોંપી શકાય. ડોક્ટરો અને FSLના અધિકારીઓએ રાત-દિવસ જોયા વગર કામ કર્યું.''
પરિણામ એ આવ્યું કે રોડ અકસ્માતમાં પણ ન બને એટલી ઝડપે, માત્ર ૨૦ કલાકની અંદર ૧૩મીની સવારે ૮:૩૦ વાગ્યે અમદાવાદમાં ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ દુર્ઘટનામાં અનેક મુસાફરો અને ક્રૂ સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. વિમાનમાં લાગેલી વિકરાળ આગને કારણે મોટાભાગના મળતદેહો ગંભીર રીતે સળગી ગયા હતા, જેના કારણે તેમની ઓળખ સ્થાપિત કરવી તંત્ર માટે સૌથી મોટો પડકાર બની હતી. આવી વિકટ પરિસ્થિતિમાં ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે દિવસ-રાત સતત કામગીરી કરીને તમામ ૧૭૨ મળતકોની સફળતાપૂર્વક ઓળખ કરી હતી.
FSLના ડાયરેક્ટર એચ.પી. સંઘવીએ જણાવ્યું હતું કે દુર્ઘટના સ્થળેથી ૨૫૦થી વધુ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમાં મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો પણ સમાવેશ થતો હતો.
FSLની સાયબર ટીમે આશરે ૭૦ ટકા ડિવાઇસમાંથી ડેટા રિકવર કરવામાં સફળતા મેળવી હતી. આ ડેટા મળતકોની ઓળખ અને તેમના પરિવારજનો સુધી જરૂરી માહિતી પહોંચાડવામાં ખૂબ ઉપયોગી સાબિત થયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
