News of Friday, 12th June 2026
ચોમાસાની હજુ થોડી વધુ જોવી પડશે રાહ : વાદળછાયું વાતાવરણ રહેતા ઉકળાટમાં વધારો થવાની સંભાવના
15 જૂન બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થવાની શક્યતા

ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા નાગરિકોને હજુ થોડો વધુ સમય રાહ જોવી પડશે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક અઠવાડિયા સુધી અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે. વરસાદની રાહ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેતા ઉકળાટમાં વધારો થવાની સંભાવના છે. શહેરમાં મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થાય તેવી શક્યતા પણ દેખાતી નથી. બીજી તરફ ચોમાસું મધ્ય ભારત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે અને 15 જૂન બાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
