<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

સરહદી ગામ દેશના પ્રથમ ગામ, અહીં રહેતા લોકો દેશના સાચા સંત્રીઃ કચ્‍છ સરહદે સુપર કોપ પોલીસ અધિકારીઓએ કર્યો સંવાદ

ગ્રામજનોએ આતિથ્‍ય સત્‍કાર કરી પોતાના વિસ્‍તારની મુશ્‍કેલીઓ જણાવી, તો રાજ્‍યના સિનિયર પોલીસ અધિકારીઓએ લોકોના જુસ્‍સાને બિરદાવી શંકાસ્‍પદ ગતિવિધિઓ અંગે પોલીસને માહિતગાર કરવા અપીલ કરી

 

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૨: તા.૧૧ અને ૧૨ જૂન બે દિવસ દરમ્‍યાન રાજ્‍યના સુપરકોપ પોલીસ અધિકારીઓ કચ્‍છના સરહદી ગામોના અતિથિ બન્‍યા છે. ગઈકાલે પૂર્વ કચ્‍છના રાપર તાલુકાના સીમા વર્તી ગામ જાટાવાડા અને શિરાંનીવાંઢ ની મુલાકાત લઈ સરહદી વિસ્‍તારના સ્‍થાનિક પ્રશ્‍નો અંગે એડીજીપી અજય ચૌધરી એ ચર્ચા કરી હતી. તો ડીઆઈજી સુધા પાંડે પશ્‍ચિમ કચ્‍છના ભુજ તા.ના ખાવડા નજીક આવેલા મોટા દિનારા ગામે પહોંચ્‍યા હતા. એ જ રીતે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી કે.એન. ડામોર ભુજ તાલુકાના અન્‍ય સરહદી ગામ દેઢિયા અને જુણા પહોંચ્‍યા હતા. પોલીસ એકેડેમી કરાઈના ડીઆઈજી લીના પાટીલ ભુજના ધોરડો નજીક આવેલા ઉધમો અને પટગાર ગામના મહેમાન બની અહીંના ગ્રામજનો સાથે તેમણે સંવાદ સાધ્‍યો હતો. પヘુિમી સરહદના છેવાડે આવેલા કચ્‍છના લખપત તા.ના પુનરાજપુર અને ગુનાઉ મધ્‍યે અમદાવાદ સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચના એડિશનલ પોલીસ કમિ‘ર આર.ટી. સુસરાએ પહોંચી અહીં ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. અધિકારીઓના સંવાદ દરમ્‍યાન કયાંક કયાંક સરહદી ગામોના ગ્રામજનોએ શિક્ષણ, આરોગ્‍ય, રોડ રસ્‍તા અંગેની પોતાની મુશ્‍કેલીઓ જણાવી હતી.

જોકે, રાજ્‍યના આ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ગામ લોકોના જુસ્‍સાને બિરદાવ્‍યો હતો અને જણાવ્‍યું હતું કે, છેવાડાના વિસ્‍તારમાં રહેતા લોકો અંતિમ નહીં પણ દેશના પ્રથમ ગામના લોકો છે અને સરહદના સાચા સંત્રી છે. આ વિસ્‍તારની સુરક્ષા બાબતે પોલીસ સહિતની તમામ એજન્‍સીઓ કટિબદ્ધ હોવાનું જણાવતા રાજ્‍યના સુપર કોપ પોલીસ અધિકારીઓએ સ્‍થાનીક ગ્રામજનો દેશની સુરક્ષા બાબતે હરહંમેશ મદદ કરતા રહ્યા છે અને આગળ પણ તંત્રને મદદરૂપ થશે તેવો આશાવાદ વ્‍યક્‍ત કર્યો હતો. તેમણે સરહદી ક્ષેત્રોમાં થતી કોઈ પણ શંકાસ્‍પદ ગતિવિધિઓ માટે પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.

પૂર્વ કચ્‍છમાં એસપી સાગર બાગમાર જ્‍યારે પશ્‍ચિમ કચ્‍છમાં એસપી વિકાસ સુંડા અને સ્‍થાનિક પોલીસ અધિકારીઓ પ્રવાસમાં જોડાઈ સહયોગ આપી રહ્યા છે. એ ઉપરાંત ગામના સરપંચો, આગેવાનો અને સ્‍થાનિક ગ્રામજનો આ સુપરકોપ પોલીસ અધિકારીઓને ઉત્‍સાહપૂર્ણ વાતાવરણમાં આવકાર આપી તેમની સાથે સંવાદ સાધી રહ્યા છે.

(12:01 PM IST)