તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 12th June 2026
રાધનપુર નગરપાલિકામાં રાજકીય ગરમાવો :કોંગ્રેસ કોર્પોરેટર જયાબેન 100 જેટલા લોકોનું ટોળું લઈને પ્રમુખની ચેમ્બરમાં ઘુસ્યા માથાકૂટ કરી
રાધનપુર નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષીએ કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન પર કાર્યવાહી કરવા ચીફ ઓફિસરને લેખિતમાં કરી રજૂઆત

રાધનપુર વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવાના બહાને 100થી વધુ લોકોનું ટોળું લઈને મારી ચેમ્બરમાં મારા પર હિંસક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો તેવો આક્ષેપ પાલિકાના પ્રમુખ ભાવનાબેન જોષીએ કર્યો છે અને તેમનું વધુમાં કહેવું છે કે, હિંસક હુમલો થવાની બીકના કારણે મારા પતિ સાથે હું ઓફિસ છોડીને નીકળી ગઈ હતી.
રાધનપુર નગરપાલિકામાં શાંતિથી રજૂઆત કરવાની જગ્યાએ ધાક ધમકી આપી અપશબ્દો તેમજ ટેબલ પર કાગળો ઉછાળીને ઓફિસમાં ધમાચકડી કરી હતી.
પાલિકા પ્રમુખ ભાવનાબેન જોષીના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાધનપુર વિસ્તારના સ્થાનિક પ્રશ્નોની રજૂઆત કરવાના બહાને કોંગ્રેસના કોર્પોરેટર જયાબેન આશરે 100 જેટલા લોકોના ટોળા સાથે અચાનક તેમની ચેમ્બરમાં ધસી આવ્યા હતા.
ચેમ્બરમાં ઘૂસેલા ટોળાએ શાંતિથી રજૂઆત કરવાને બદલે ધાકધમકી આપી હતી, અપશબ્દો બોલ્યા હતા અને ટેબલ પર કાગળો ઉછાળીને ભારે હોબાળો મચાવ્યો હતો. પ્રમુખે આક્ષેપ કર્યો છે કે, રજૂઆતના નામે તેમના પર હિંસક હુમલો કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વોર્ડ નંબર 1માં રસ્તા, પાણી અને ગટરની વર્ષો જૂની સમસ્યાઓ હજુ પણ વણઉકેલ છે. આટલી પાયાની સુવિધાઓ ન મળતા મહિલાઓની ધીરજ ખૂટી ગઈ હતી. સ્થાનિક કોંગી સદસ્ય સાથે મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા કચેરી પહોંચી હતી.
તેઓ પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે ઉગ્ર રજૂઆત કરી રહી હતી. મહિલાઓની આ માગણી સામે વહીવટી તંત્ર સાવ નિષ્ક્રિય જણાયું હતું. પ્રમુખે લોકોના પ્રશ્નો સાંભળવાને બદલે પોતાની ચેમ્બર છોડીને પલાયન કરવાનો માર્ગ પસંદ કર્યો હતો.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
