<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ: BJP પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગાંધીનગરમાં શિક્ષણવિદ અને સામાજિક અગ્રણીઓ સાથે સંવાદ કર્યો

વિશેષ સંપર્ક અભિયાન હેઠળ અનિલભાઈ પટેલ અને પારૂલબેન મહેતા સાથે મુલાકાત, મોદી સરકારની સિદ્ધિઓ અને જનકલ્યાણ યોજનાઓ પર ચર્ચા

ગાંધીનગર, તા. 12  : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષ  જગદીશભાઈ વિશ્વકર્માએ આજે ગાંધીનગર ખાતે સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી.

શ્રી વિશ્વકર્માએ જાણીતા શિક્ષણવિદ અને સામાજિક અગ્રણી શ્રી અનિલભાઈ પટેલ તેમજ સામાજિક કાર્યકર્તા શ્રીમતી પારૂલબેન મહેતા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મોદી સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, ઐતિહાસિક સિદ્ધિઓ અને રાષ્ટ્રનિર્માણના કાર્યો વિશે વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યો હતો.

 અનિલભાઈ પટેલે પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં લાંબા સમય સુધી શિક્ષણ સેવા આપી છે. તેઓ 'નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર'ના માધ્યમથી વિજ્ઞાનના પ્રચાર-પ્રસારનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. આ સાથે જ તેઓ વર્ષોથી વિશ્વ હિંદુ પરિષદ, ભારત વિકાસ પરિષદ અને અયોધ્યા કારસેવા જેવા રાષ્ટ્ર સેવાના કાર્યોમાં અગ્રેસર રહ્યા છે.

 પારૂલબેન મહેતા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને સમાજના ઉત્થાન માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

(2:28 PM IST)