હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th June 2026
સુરતના કથિત ભૂતિયા ડિમોલિશન મુદ્દે હવે રાજકારણ ગરમાયું :કોંગ્રેસે સમગ્ર મામલાની CBI તપાસ કરાવવાની માંગ ઉઠાવી
જીગ્નેશ મેવાણીએ મ્યુનિસિપલ કમિશનરના રાજીનામાની માંગણી કરતાં કહ્યું “આટલું મોટું કૌભાંડ થાય અને કમિશનરને તેની જાણ ન હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ

સુરતના કથિત ભૂતિયા ડિમોલિશન મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે સમગ્ર મામલાની CBI તપાસ કરાવવાની માંગ ઉઠાવી છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ SITની રચના કરીને કેસની નિષ્પક્ષ તપાસ કરાવવા તેમજ CBIને તપાસ સોંપવાની માંગ કરી છે. તેમણે સુરત મ્યુનિસિપલ કમિશનરના રાજીનામાની પણ માંગણી કરતાં કહ્યું કે, “આટલું મોટું કૌભાંડ થાય અને કમિશનરને તેની જાણ ન હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.
જીગ્નેશ મેવાણીએ આ મામલે પોલીસ, મ્યુનિસિપલ કમિશનર અને મનપાના કેટલાક અધિકારીઓની સંભવિત મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેમના નિવેદન બાદ સમગ્ર મુદ્દો વધુ ચર્ચાસ્પદ બન્યો છે અને કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસની માંગ વધુ ઉગ્ર બની રહી છે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
