<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th June 2026

અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન :આંબા તળાવ આસપાસ તલાવડી પાસે 160 થી વધુ ઝૂંપડા, 50 દુકાન અને 2 મકાન તોડી પાડ્યા

અનેક નોટિસ આપવા છતાં પણ મકાન અને દુકાનો ખાલી ન કરવામાં આવતા આખરે AMC દ્વારા કડક કાર્યવાહી

અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. આંબા તળાવ આસપાસની જગ્યાને દબાણમુક્ત કરવા માટે તલાવડી પાસે ગેરકાયદેસર રીતે બનેલા મકાન, ઝૂંપડા અને દુકાનો પર તવાઈ બોલાવવામાં આવી છે.

આ આખી કામગીરી અંતર્ગત AMC દ્વારા 160 થી વધુ ઝૂંપડા, 50 દુકાન અને 2 મકાન તોડી પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આ દબાણો હટાવવા માટે અગાઉ અનેક નોટિસ આપવામાં આવી હતી. અનેક નોટિસ આપવા છતાં પણ મકાન અને દુકાનો ખાલી ન કરવામાં આવતા આખરે AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.

આ ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ મેગા ડિમોલિશનના કારણે 26 હજાર ચોરસ મીટરથી પણ વધુ જગ્યા ખુલ્લી કરાવવામાં આવશે.

(6:47 PM IST)