તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th June 2026
A.N.T.F. વડોદરા ઝોન, સી.આઈ.ડી. ક્રાઈમને મોટી સફળતા :જેતલપુર રોડ, અલકાપુરીમાંથી ૨.૪ કિલોગ્રામથી વધુનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો
વાત્સલ્ય ફ્લેટ, ન્યુ ઇન્ડિયા મીલનો ખાંચો, જેતલપુર રોડ, અલકાપુરી ખાતે બાતમીના આધારે દરોડો :લાખોનો મુદામાલ જપ્ત : આરોપી શાહીદખાન પઠાણ સામે ગુન્હો દાખલ

વડોદરા : ગુજરાત રાજ્ય સી.આઈ.ડી. (CID) ક્રાઈમ અને રેલ્વેઝ, ગાંધીનગર હસ્તકની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (A.N.T.F.) વડોદરા ઝોનની ટીમને ડ્રગ્સ માફિયાઓ સામે મોટી સફળતા મળી છે
પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના હેઠળ ઇંચાર્જ ડી.વાય.એસ.પી કે. ડી. ખાંભલાના માર્ગદર્શન હેઠળ, એ.એન.ટી.એફ. વદડોદર ઝોનના પોલીસ ઇન્સપેક્ટર કે.વી.ડીંડોર, પોલીસ ઇન્સપેક્ટર જે.ઝેડ. વસાવા, પોલીસ ઇન્સપેક્ટર ડી.જે.રાણા, વાયરલેસ પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.એમ.ગઢવી, એ.એસ.આઈ. નયના ઓનેષ્ટ બ.નં.૪૯૯, હે.કો. નવીનભાઈ કડકીયાભાઈ બ.નં.૧૬૭, પો.કો.વૈભવકુમાર ઝીણાભાઈ બ.નં.૧૨૫૨૯. વુ.પો.કો. જાગૃતિબેન જયસુખભાઇ બ.નં.૪૭૦, એલ.આર.ડી. સુનિલ રમેશભાઈ બ.નં.૬૮૦ તથા તેમની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે શાહીદખાન પઠાણ નામનો વ્યદિત મ.ન.૧૦૧, વાત્સલ્ય ફલેટ, ન્યુ ઇન્ડીયા પીલનો ખાંચો, જેતલપુર રોડ, અલકાપુરી, વડોદરા ખાતે આવેલ મકાનમાં માદક પદાર્થનો જથ્થો રાખે છે.”
બાતમીઆધારે તપાસ કરતા બાતમીવાળી જગ્યાએ જઈ રેઇડ ની કાર્યવાહી કરી સદર રેઇડ દરમ્યાન બંધ મકાનમાંથી ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા (હાઈબ્રિડ) નો જથ્થો પોતાના આર્થિક લાભ તથા વેચાણ કરવા સારૂ મુકી રાખી નહિ પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત. પ્રાપ્ત થયેલી ચોક્કસ બાતમીના આધારે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મકાન માંથી કુલ ૨.૪૬૬ કી.ગા. હાઈબ્રિડ ગાંજાનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ ઇન્સપેક્ટર ડી.જે.રાણાવુ.પો.કો. જાગૃતિબેન જયસુખભાઇ બ.નં.૪૭૦નહી પકડાયેલ ફરિયાદમાં જણાવેલ આરોપીનામ:- શાહીદખાન પઠાણ સરનામું:- ૧૦૧, વાત્સલ્ય ફલેટ, ન્યુ ઇન્ડીયા મીલનો ખાંચો, જેતલપુર રોડ, અલકાપુરી, વડોદરા
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
