હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 13th June 2026
વડોદરાના ગોત્રી વિસ્તારમાં MGVCLની વીજ ડીપી અચાનક રોડ પર ધરાશાયી થતા 2 વ્યક્તિને ઇજા
ગોત્રી પોલીસ સ્ટેશનથી બનસલ મોલ તરફના માર્ગ પર લાભ આઈકોન બિલ્ડિંગ સામે ભારે વીજ ડીપી પડતા અફરાતફરીનો માહોલ

વડોદરાના ગોત્રી વિસ્તારમાં MGVCLની વીજ ડીપી અચાનક રોડ પર ધરાશાયી થતા 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે. ગોત્રી પોલીસ સ્ટેશનથી બનસલ મોલ તરફના માર્ગ પર લાભ આઈકોન બિલ્ડિંગ સામે ભારે વીજ ડીપી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો રસ્તેથી પસાર થઈ રહેલા બે લોકો ડીપીની ઝપેટમાં આવતા ઈજાગ્રસ્ત થયા હતા, સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતી હતા . ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ સ્થળે પહોંચી હતી વીજ ડીપી રોડ પર પડતાં વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાયો હતો . માર્ગ પર વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો MGVCL અને પોલીસ દ્વારા ડીપી હટાવી સ્થિતિ સામાન્ય કરવાની કામગીરી શરૂ કરાઈ છે .
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
