હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મેઘરાજા મુંબઈથી માત્ર ૧૦૦ કિ.મી. છેટેઃ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-ગુજરાત અને કચ્છમાં પ્રી-મોન્સૂન આઈસોલેટેડ એક્ટિવિટીની શક્યતા
ચોમાસાની કેરળ, તમિલનાડુ, આંધ્ર અને કર્ણાટકમાં એન્ટ્રીઃ નોર્થ ઇસ્ટના બધા રાજ્યો કવર કરી લીધા : જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલની આગાહીઃ ૨૦ જૂન સુધીમાં ગરમીનો પારો ૩૮.૫ ડીગ્રી થી ૪૧.૦ ડીગ્રીની રેન્જમાં રહેશેઃ દક્ષિણ-પヘમિ ચોમાસું મુંબઈની સાવ નજીક પહોંચ્યું: આગામી ૨ થી ૩ દિવસમાં ઓડિશા-છત્તીસગઢ તરફ આગળ વધવા અનુકૂળ સ્થિતિ

રાજકોટ, તા. ૧૩: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો માટે આશાના કિરણ સમાન ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગામી ૧૩થી ૨૦ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં આઇસોલેટેડ પ્રી-મોન્સૂન એક્ટવીટીની આગાહી કરી છે.
વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ભારતીય હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર ૧૩ જૂનના રોજ ચોમાસાની ઉત્તર સીમા હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાદ્રી કોઠાગુડેમ, કાલિગપટ્ટનમ, પારાદીપ, બારીપદા, પુરુલિયા, ધનબાદ અને મુઝફફરપુર તરફથી પસાર થઈ રહી છે અને હાલમાં આ ચોમાસું માયાનગરી મુંબઈથી માત્ર ૧૦૦ કિલોમીટર જેટલું જ છેટે છે. આગામી ૨ થી ૩ દિવસ દરમિયાન દક્ષિણ-પヘમિ ચોમાસું કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને પヘમિ બંગાળના બાકીના વિસ્તારો ઉપરાંત ઓડિશા અને દક્ષિણ છત્તીસગઢના વધુ કેટલાક ભાગોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ સંપૂર્ણ સાનુકૂળ બની રહી છે, જેને પગલે હવે ગુજરાત તરફ પણ પ્રી-મોન્સૂન હલચલ તેજ બનશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આગામી ૨૦ જૂન સુધીની વિગતવાર આગાહી આપતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન કેટલાક દિવસોમાં આઇસોલેટેડ પ્રી-મોન્સૂન એક્ટિવિટી એટલે કે વરસાદી પ્રવૃત્તિ થવાની પૂરેપૂરી શક્યતા છે. અહીં હવામાનની ભાષામાં 'આઇસોલેટેડ' શબ્દનો અર્થ એવો થાય છે કે જે-તે વિસ્તારના ૧% થી ૨૫% ભાગમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જોકે આ બાબતને વરસાદના કુલ પ્રમાણ કે તેની તીવ્રતા સાથે કોઈ સંબંધ નથી. આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીની સાથે જ આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં આશરે ૧ડીગ્રી થી ૧.૫ડીગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે અને ત્યારબાદ આગાહીના બાકીના દિવસોમાં મોટા ભાગના કેન્દ્રોમાં તાપમાન નોર્મલ આસપાસ જ જળવાઈ રહેશે.
આ દિવસોમાં ગુજરાતના મોટા ભાગના ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન ૩૮.૫ડીગ્રી થી ૪૧.૦ડીગ્રીની રેન્જમાં નોંધાવાની શક્યતા છે. આ ઉપરાંત વાતાવરણમાં પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પヘમિની રહેશે અને પવનની ગતિ આશરે ૧૫ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને ૪૦ કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહેવાની સંભાવના છે, જેના કારણે ગરમીની તીવ્રતામાં થોડો ઘટાડો અનુભવાશે.
રાજ્યમાં ગઈકાલના તાપમાનની સ્થિતિ પર નજર કરીએ તો, ગઈકાલે ૧૨ જૂનના રોજ ગુજરાતના ઘણા ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૩ઓઘ્ સુધી વધુ નોંધાયું હતું, પરંતુ હવે નોર્મલ મહત્તમ તાપમાનનો ગ્રાફ નીચો ઉતરીને ૩૮.૫ ડીગ્રી થી ૩૯.૫ડીગ્રી આસપાસ પહોંચી ગયો છે, જ્યારે અમદાવાદમાં નોર્મલ તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ ગણાય છે. ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં ૪૨.૭ ડીગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં ૩.૦ ડીગ્રી વધુ હતું. આ સિવાય સુરેન્દ્રનગરમાં ૪૧ ડીગ્રી, રાજકોટમાં ૪૦.૯, વડોદરામાં ૪૦.૪, ડીસામાં ૩૯.૮ડીગ્રી અને અમરેલીમાં ૩૯.૩ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, જે તમામ કેન્દ્રો પર સામાન્ય રેન્જ કરતાં ૧ડીગ્રી થી ૨.૫ડીગ્રી જેટલું વધારે હતું. જોકે, અશોકભાઈ પટેલની આ નવી આગાહી મુજબ હવે આગામી બે દિવસમાં જ તાપમાનનો પારો ગગડવાની શરૂઆત થવાની હોવાથી અને સાથે જ પ્રી-મોન્સૂન એન્ટ્રી થવાની હોવાથી લાંબા સમયથી બફારા અને આકરા તડકાથી અકળાયેલા લોકોને હવે ટૂંક સમયમાં જ મોટી શાંતિ મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
